ગુજરાત અને વડોદરા જિલ્લામા પાછલા 20 વર્ષથી નબળી અને સંગઠણથી વિમુખ થયેલી કોંગ્રેસ પાર્ટી હવે તેના અંત તરફ જતી હોય તેમ લાગતુ હોવાથી રાજકીય રસ ધરાવતા લોકો કોંગ્રેસથી દુર જઈ આમ આદમી પાર્ટીને વિકલ્પ બંનાવી રહ્યા છે. ત્યારે નગર પાલિકા અને મહાનગર પાલિકાઓની ચૂંટણીઓમા ગુજરાતમા આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કરતા તેમજ સુરતમાં 28 કોર્પોરેટર આપના જીતીને આવતા આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેઓના વધામણા લેવા અને પ્રોત્સાહીત કરવા જાતે સુરત અને ગુજરાતના પ્રવાશે આવ્યા છે.
ત્યારથી જ ગુજરાતમા આમ આદમી પાર્ટી પોતાનો ગઢ બનાવશેનુ સ્વપ્ન જોઇ સાકાર કરવા તરફની મહેનત શરૂ કરાઇ હતી. દિવસે ને દિવસે આપના કાર્યક્રમો અને કાર્યકરો વધતા જતા હોઇ ડભોઇમાં સભ્ય નોંધણીના કાર્યક્રમમા 250 યુવાનો આપમાં જોડાતા રજકીય ગણિતના મંડાણ શરુ થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.