મતદાન:પોલીસ, હોમગાર્ડ, GRD સહિત 203 જવાનો બંદોબસ્તમાં રહેશે

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ તાલુકાની 55 ગ્રામ પંચયતોની યોજાનારી ચૂંટણી માટે પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઇ હતી. - Divya Bhaskar
ડભોઈ તાલુકાની 55 ગ્રામ પંચયતોની યોજાનારી ચૂંટણી માટે પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઇ હતી.
  • ડભોઇ તાલુકાની ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા પોલીસ બંદોબસ્ત ફાળવાયો
  • 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 19 ડિસેમ્બરે મતદાન થશે

ડભોઇ તાલુકાની 83 ગ્રામ પંચાયતોમાંથી હાલ કુલ 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયેલ હોય ઉમેદવારો અને તેઓના ટેકોદારો દ્વારા પુરજોશમા પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આગામી 19મીએ મતદાન હોવાથી તારીખ 18 અને 19મી ડિસેમ્બર બે દિવસ માટે 55 ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ડભોઇ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઇ.પી.આઇ.એ.જે.પરમારે પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિત કુલ 203 જવાનોની બંદોબસ્ત માટે ફાળવણી કરી હતી.

ડભોઇ તાલુકાની 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આગામી 19 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું હોય તેમજ ગ્રામ્ય વિસ્તારોમા સ્થાનિક ચુંટણીને લઈ ખુબ જ ખેંચતાણનું વાતાવરણ સર્જાતુ હોવાથી ડભોઇના ઇ.પી.આઇ. એ.જે.પરમારે પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ તમામ જવાનોને ભેગા કરી જરૂરી સૂચનાઓ તેમજ કોરોના મહામારીને લઈ સેનિટાઇઝર, માસ્ક સહિતની સાધન સામગ્રી આપી શાંતિપૂર્ણ મતદાન માટે તેમજ સુલેહશાંતિનો ભંગ ન થાય અને આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવાના સૂચનો સાથે બંદોબસ્તની ફાળવણી કરાઇ હતી. જેમાં 01- PI, 04- PSI, પોલીસ જવાનો અને મહિલા પોલીસ-90, હોમગાર્ડ-30 અને જીઆરડી જવાનો 78 મળી કુલ 203 જવાનોની ચૂંટણી બંદોબસ્તના બે દિવસ માટે ફાળવણી કરાઇ હતી.

કરજણમાં 4 સંવેદનશીલ, 1 અતિ સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
કરજણ | કરજણ તાલુકા પંચાયતની 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી અને 4 પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી જંગમાં કુલ 25 હજાર મતદારો પોતાના સરપંચનું ભાવિ નક્કી કરશે. જેમાં ચૂંટણી બંદોબસ્તમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો પર જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

કરજણ તાલુકાની 22 ગ્રામ પંચાયતો અને 4 પેટા ચૂંટણીમાં કુલ 25 હજાર જેટલા મતદારો ગામના સરપંચનું ભાવી નક્કી કરશે. જેમાં એક કંડારી ગામ અતિ સંવેદનશીલ મતદાન મથક અને 4 સંવેદનશીલ, જેમાં બચાર, ફતેપુરા, દેરોલી અને ખેરડા ગામનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રકિયામાં શાંતિમય માહોલમાં મતદાન થાય એ માટે 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈ 58 પોલીસ, 21 હોમગાર્ડઝ અને 60 જીઆરડી જવાનો ચૂંટણી બંદોબસ્તમાં મૂકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...