સજા:ડભોઇમાં મારામારી કેસમાં 2 શખ્સને 3 વર્ષની સખત કેદ

ડભોઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઇડ ના આપવા બાબતે બસચાલક - કંડકટર સાથે મારામારી કરી હતી

ડભોઇ કોર્ટમાં ચાલેલા કેસની વિગત મુજબ 2004 ની સાલમાં સરકારી એસટી બસ શિનોર માંડવાથી પરત આવતી હતી. ત્યારે શીરોલા ગામ પાસે આરોપી સલીમ હુસેનખા રાઠોડ તથા નાઝીમખા અસરફાથા રાઠોડ બાઈક લઈને આવતા હતા. તે દરમિયાન તેમણે એસટી બસને ઉભી રખાવી અને અમને સાઈડ કેમ આપતો નથી તેમ જણાવી બસ કંડકટર અને ડ્રાઇવર સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.

જેને લઈને કોર્ટમાં કેસ ચાલતો હતો. તેનો ચુકાદો મંગળવારે એડી ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વિદ્વાન એ પી પી એન એમ તળપદાની ધારદાર રજૂઆતોને લઈને બંને ઇસમોને કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 114 મુજબના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.

તેમજ દરેક આરોપીને રૂપિયા 5000 નો દંડ અને દંડ ના ભરે તો એક મહિનાની સાદી કેદની સજા ફરમાવી છે. તો બંનેને જ કલમ 323, 114 મુજબના ગુનામાં પણ એક વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે. આમ સમાજમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને રાજ્ય સેવક નિર્ભય રીતે પોતાની ફરજ પૂરી કરી શકે તે માટે આ હુકમ કરી કોર્ટે સમાજમાં પણ એક દાખલો બેસાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...