તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડભોઇ તાલુકાના કુકડ ગામ નજીક મોટરસાઇક્લ સ્લિપ થતાં 2ના મોત

ડભોઇ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં બે પૈકીનો એક મૃતક પશુ ચિકિત્સક હતો

ડભોઇ તાલુકાના કુકડ ગામ પાસેથી બજાજ મોટરસાઇકલ પર પુરઝડપે પસાર થતા વઢવાણા ગામની બે વ્યક્તિઓની મોટરસાઇકલ સ્લિપ થઈ જતાં બંનેને માથામા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમા લઈ જવાયા હતા. જ્યાં એકનુ રસ્તામાં જ મોત નિપજ્યું હતું જ્યારે બીજાનું સારવારમાં મોત થયું હતું. ડભોઇ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઠાકોરભાઇ પાટણવાડીયા રહે.રેલવેવાળુ ફળિયું, વઢવાણા તા.ડભોઇની ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજેન્દ્રસિહ સોલંકી ઉ.વ.40 રહે.વઢવાણા બજાજ મોટર સાઇકલ પર પશુ ચિકિત્સક અરવિંદ પાટણવાડીયાને બેસાડી પુરઝડપે જતા હતા. તેઓ કુકડ ગામના કબીર મંદિર પાસેથી બપોરે પસાર થતા હતા ત્યારે બાઇક સ્લિપ ખાઇ જતાં બંને જણાં માર્ગ પર પટકાયા હતા. જેમાં બંનેને હાથે, પગે, માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે બંનેને ડભોઇ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ અરવિંદભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે ટૂંકી સારવાર દરમિયાન બાઇકચાલક રાજેન્દ્રસિહનું પણ મોત નિપજ્યું હતું, એક જ ગામ વઢવાણાના બંને રહીશોના એકસાથે અકસ્માતમા મોત થતાં ગામમા શોક વ્યાપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

કુકડ ગામ પાસે જ બે દિવસમાં જુદી જુદી જગ્યાએ બાઇક સ્લિપ થતાં 3નાં મોત
ડભોઇ તાલુકાના કુકડ ગામ પાસે પાછલા બે દિવસમા જુદીજુદી જગ્યાએ બાઇક સ્લિપ થવાના બે જુદાજુદા બનાવ બન્યા છે. જેમાં પ્રથમ બનાવ કુકડ ગામની કેનાલ પાસે મોટરસાઇકલ સ્લિપ થતાં ખાંડીયાકુવાની એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બે દિવસમાં ફરી બાઇક સ્લિપ થતાં કુકડ ગામે જ બનાવમાં બેનાં મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...