તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ડભોઈ પાલિકા માટે 180, જિલ્લા પંચાયત માટે 4 અને તાલુકા પંચાયત માટે 84 ફોર્મ ભરાયા

ડભોઇ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી
 • અપક્ષોમાં નારાજ થયેલા ઉમેદવારોનું પ્રમાણ વધારે

ડભોઇ તા.ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને શનિવારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ અને સમય સુધીમાં જિલ્લા પંચાયતની 4 સીટ માટે 26 ફોર્મ, જ્યારે તા.પં.ની 20 સીટ માટે 84 ફોર્મ, જ્યારે નગરપાલીકામાં 180 ફોર્મ ભરાયા છે. બહુજન સમાજ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કેટલીક સીટ ઉપર દાવેદારી રજૂ કરી હતી.આગામી 28મી ફેબ્રુઆરીએ ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા તા.8મી ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો.

જેની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી હોઈ શનિવારે જિલ્લા પંચાયતની 4 સીટ માટે છેલ્લા દિવસે 26 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો સામેલ છે. તો તા.પં.ની 20 સીટ માટે કુલ 84 ઉમેદવારે દાવેદારી નોંધાવી છે. સાથે નગર પાલીકાની 9 વોર્ડની 36 બેઠકો માટે 180 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે ભાજપ દ્વારા 3 ટર્મ પૂર્ણ કરી હોય તેવા ઉમેદવારને ટિકિટ ન ફાળવાના નિયમને પગલે ડભોઇ વોર્ડ 7માંથી એચ.વી.શાહને ફરી ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી. વોર્ડ 3માં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

જેથી વોર્ડ 3માં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ છેડાશે. પાર્ટીની કામગીરીથી નારાજ પૂર્વ ધારાસભ્ય બાલક્રુષ્ણભાઈ પટેલે પોતાના પુત્ર શહજાનદની સીમાળિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સમર્થકો અમારી સાથે જ છે અને બહુમતીથી સીમાળિયા સીટ જીતીશુંનો હુંકાર કર્યો હતો. તો કોંગ્રેસના તા. પં.ના પૂર્વ પ્રમુખ હેમંત બારોટે તેમના પત્ની દક્ષાબેન માટે કાયાવરોહણ જિ.પંચાયતમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આમ ભાજપા કે કોંગ્રેસમાં ક્યાંક પક્ષની નીતિ નિયમો તો વળી ક્યાંક પાર્ટી પોલીસીને લઈ કઈ કેટલા જૂના જોગીઓની ટિકિટો કપાઈ જતા માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ હેમંત બારોટ, નગરપાલિકાના સદસ્ય એચ. વી. શાહ જેવાઓએ બંડ પોકારી નાખ્યો છે. ત્યારે હવે આગામી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થનાર છે. ત્યારે કેટલાક ઉમેદવારોના નામ કપાય છે. તો કેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેચે છે. તે ઉપર જ સમગ્ર તાલુકાના આ ચૂંટણી જંગનો આધાર રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો