બેદરકારી:મંડાળા ગામની સીમમાં અકસ્માતને નોંતરે તેવા નમી પડેલા 15થી 20 થાંભલા

ડભોઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંડાળાની સીમમાં વીજ કંપનીના નમી પડેલા થાંભલા. - Divya Bhaskar
મંડાળાની સીમમાં વીજ કંપનીના નમી પડેલા થાંભલા.
  • વીજ કંપનીને રજૂઆતો કરાઇ છતાં કાર્યવાહી નથી કરાઈ

ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં ખેડૂતોના માલિકીની ખેતીની જમીન ઉપર વીજ પ્રવાહની લાઈન માટે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. જે બે વર્ષથી 10થી 15 થાંભલા નમી પાડેલા હોઇ ખેડૂતો દ્વારા વારંવાર એમજીવીસીએલ અધિકારીઓને ફરિયાદ કરેલ હોવા છતાં થાભંલા સીધા નથી કરતા અને આંબાની ડાળીઓ કાપ્યા કરે છે. આંબાના વૃક્ષોને નુકસાન કરતા રહે છે.

ડભોઇ તાલુકાના મંડાળા ગામે રહેતા ખેડૂત હસુભાઈ મોતીભાઈ, આશિષભાઈ હસમુખભાઈ પટેલ અને નવીનભાઈ બાપાભાઈ પટેલને ગામની બાજુમાં પોતાની ખેતી આવેલી છે. અને આ ખેતીની જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી વીજ લાઈન માટે વીજ પોલ થાંભલા નાખવામાં આવેલા છે.

જે 10થી 15 જેટલાં થાંભલા છેલ્લા બે વર્ષથી નમી પડેલા હોઇ જે વીજ લાઈનના વાયરો આંબાના વૃક્ષમાં ઘૂસી જતા હોય છે. ખેડૂત દ્વારા એમજીવીસીએલ અધિકારીઓને વારંવાર જાણ કરી ફરિયાદ કરે છે. ત્યારે તેઓ દ્વારા આવીને આંબાના વૃક્ષની ડાળીઓને કાપી નાખે છે અને આંબાના વૃક્ષને નુકસાન કરે છે.

વીજ લાઈન માટે નંખાયેલા થાંભલા સીધા કરવાની તજવીજ લેતા ન હોવાથી ખેતરમાં મજૂરો કામ કરતા હોય તે દરમિયાન કોઈ આકસ્મિત બનાવો બને તે પહેલા એમજીસીવીએલના અધિકારીઓ વહેલી તકે જાગે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...