તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ડભોઈ પાલિકામાં 115, તાલુકા પંચાચતમાં 39, જિલ્લા પંચાચાયતમાં 11 ઉમેદવારીપત્રો નોંધાયા

ડભોઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપ અગ્રણી અને જાણીતા વકીલ અશ્વિનભાઇ પટેલે જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક માટે ધારાસભ્યની ઓફિસથી તાલુકા સેવાસદન સુધી રેલી સ્વરૂપે જઇ ઉમેદવારી નોંધાવી હતી. ગ્રામ્ય વિસ્તારના પોતાના ટેકેદારો સાથે ખુલ્લી જીપમાં ધારાસભ્ય સાથે સવાર થઈ તેઓ ઉમેદવારી નોંઘાવા ગયા હતા. - Divya Bhaskar
ભાજપ અગ્રણી અને જાણીતા વકીલ અશ્વિનભાઇ પટેલે જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક માટે ધારાસભ્યની ઓફિસથી તાલુકા સેવાસદન સુધી રેલી સ્વરૂપે જઇ ઉમેદવારી નોંધાવી હતી. ગ્રામ્ય વિસ્તારના પોતાના ટેકેદારો સાથે ખુલ્લી જીપમાં ધારાસભ્ય સાથે સવાર થઈ તેઓ ઉમેદવારી નોંઘાવા ગયા હતા.
 • ભાજપે નગરપાલિકાની 36 બેઠકો પૈકી ભાજપા પ્રેરિત અપક્ષ સહિત 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી
 • કોંગ્રેસની હજુ કોઈ સ્પષ્ટ રણનીતિ કે કોઇ ઉમેદવારના નામ પણ બહાર આવ્યા નથી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે તાલુકા જિલ્લા અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી દીધી છે. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ ડભોઇ તાલુકા પંચાયત અને સેવા સદન ખાતે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેમાં નગરપાલિકામાં અત્યાર સુધીમાં 115 ઉમેદવારો, તાલુકા પંચાયતની 4 બેઠકો માટે 39 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 11 ઉમેદવારોએ શુક્રવાર સુધીમાં ઉમેદવારી નોંધાવી હતી.

28 ફેબ્રુઆરીના રોજ ડભોઇ તાલુકામાં યોજાનારી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીઓનો રંગ હવે જામવા માંડ્યો છે. ડભોઈ તાલુકામાં શુક્રવારે ત્રીજા દિવસે ઉમેદવારી પત્ર ભરવાનો રાફડો ફાટી નીકળ્યો હતો. જેમાં અત્યાર સુધી 20 તાલુકા પંચાયતની સીટો માટે 39 ઉમેદવારીપત્રો, જિલ્લાની 4 બેઠકો માટે 11 ઉમેદવારીપત્રો અને નગરપાલિકામાં 36 સીટ પૈકી 32 સીટો પર ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં ભાજપાના બદલે 4 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી.

આમ નગરપાલિકામાં 36 બેઠકો માટે 115 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ નગરપાલિકામાં ભાજપ દ્વારા યુવાનોને તક આપવામાં આવી છે. સાથે ભાજપા દ્વારા ભાજપ પ્રેરિત અપક્ષ સહિત 9 મુસ્લિમ સમાજના ઉમેદવારને પણ ટિકિટ ફાળવી છે. તો ભાજપના દિગ્ગજોની ટિકિટ કપાઈ જતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

ત્યારે બીજી બાજુ કોંગ્રેસ તરફથી હજુ કોઈ સ્પષ્ટ રણનીતિ બહાર આવી નથી અને ઉમેદવારેના નામ પણ બહાર આવ્યા નથી. પરંતુ શનિવારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ અને સમય સુધીમાં કુલ કયા પક્ષના કે અપક્ષોના કેટલા ઉમેદવારીપત્રો ભરાય છે. તેની પર જ ચૂંટણી જંગનો આધાર રહેલો છે. શુક્રવારે ભાજપાએ પોતાના ઉમેદવારોનો ઉમેદવારીપત્ર ભર્યું હતું. ત્યારે 2015ની જો વાત કરવામાં આવે તો આ તમામ સીટો ઉપર કોંગ્રેસે પોતાનો પંજો લહેરાવ્યો હતો. ત્યારે આ વર્ષે ભાજપ પોતાનો ભગવો લહેરાવી શકશે કે નહીં એ તો આવનારા દિવસોમાં ખબર પડી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો