ડભોઇ ધરમપુરી રોડ ઉપર પુર ઝડપે દોડતી એલપી ટ્રકના ચાલકે રોડ પરથી પસાર થતા 4 જેટલા પશુઓ ને અડફેટે લીધા હતા. 1 પાડાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. 3 ઇજાગ્રસ્ત થતા પશુચિકિત્સાલય ના તબીબો એ સારવાર હાથ ધરી પશુઓના માલિક દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી. ગ્રામજનોએ ટ્રક ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.
ડભોઇ ધરમપુરી ગામે વળાંક પાસે પુર ઝડપે દોડતા વાહનો ને લાઇ ગ્રામજનો મા ભારે ભય નો માહોલ છે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે વહેલી સવારે તીલકવાળા તરફ થી પુર ઝડપે આવતી એલ.પી.ટ્રક ના ચાલકે રોડ ઉપર ચરવા જતા 4 પશુઓ મેં અડફેટે લીધા હતા સમગ્ર બનાવ મા ટ્રકની અડફેટે 1 પાડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અન્ય 3 પશુ જેમાં બે ભેંસો અને 1 પાડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગ્રામજનો એ ટ્રક ચાલક ને ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યો છે તો પશુઓ ના માલિક દ્વારા ડભોઇ પોલીસ ને ટ્રક ચાલક સામે કાયદાકીય પગલાં લેવા ફરિયાદ કરવામાં આવી છે હાલ 3 પશુઓ ની ડભોઇ પશુ ચિકિત્સાલય મા તબીબ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.