તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પાંચમો રિપોર્ટ નેગેટિવ આવતા 22 વર્ષિય યુવકને રજા અપાઈ, સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ કરી વિદાય

છોટાઉદેપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના દર્દીને રજા આપવામાં આવી - Divya Bhaskar
કોરોના દર્દીને રજા આપવામાં આવી
 • ઉજેર રેન્જરને કોવિડ આઇસોલેશન હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ કરી વિદાય અપાઈ

છોટાઉદેપુરના સ્ટેશન રોડ વસેડી ખાતે રહેતા ઉજેર ફારૂક રેન્જર નામના 22 વર્ષિય યુવક કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે મેડીટોપ હોસ્પિટલ ખાતેના કોવિડ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. કોરોના વાઇરસના આ દર્દીને સઘન સારવાર બાદ છેલ્લા 24 કલાકના “કોવિડ-19” માટેના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા, આજે તા.૧૨/૫/૨૦૨૦ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મેડીટોપ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા ઉજેર રેન્જરને કોવિડ આઇસોલેશન હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ કરી વિદાય અપાઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરે પ્રજાજનોને ‘લોકડાઉન’ના નીતિ નિયમો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને, આગામી દિવસોમાં જિલ્લાને “કોરોના મુક્ત” કરવામાં સૌને સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો