તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:છોટાઉદેપુર જિલ્લામાં ફરી કેસ આવતા ગ્રીન ઝોન તરફની સફર પર બ્રેક વાગી, ત્રણ દર્દીને ઢોકલીયા કોરોના વોર્ડમાં રાખાયા

છોટાઉદેપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધરોલીયાના 3 દર્દી સાથે જિલ્લામાં કોરોનાનો આંક 17 પર પહોંચ્યો
 • નવા ત્રણ પોઝિટિવ દર્દીને ઢોકલીયા કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યા

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી કોરોના કોવિડ-19ના કુલ 14 કેશ હતા. તેમાં બોડેલીના 6 અને છોટાઉદેપુરના 8 આ બધા સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા હતા. ત્યાંજ બોડેલી તાલુકાના ધરોલીયા ગામના વધુ ત્રણ દર્દી કોરોના પોઝેટિવ આવતા હવે કોરોના પોઝેટિવનો આંક 17 ઉપર પહોંચી ગયો છે. 14 દર્દીઓ સાજા થતા સૌને એમ હતું કે હવે આપણે ગ્રીન ઝોનમાં આવીશું પરંતુ એ પ્રજાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. જે બોડેલી તાલુકાના 11 મેના 34 સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા હતા તેમાંથી ત્રણ કોરોના પોઝેટિવ કેશ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ ધરોલીયા ગામ તરફ દોડતું થઈ ગયું હતું. આ ત્રણ વ્યક્તિને ઢોકલીયા કોરોના વોર્ડ ઉભા કર્યા છે ત્યાં રાખવામાં આવ્યા છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું. જેઓ કોરોના પોઝેટિવ આવ્યા ધરોલીયા ગામના તેઓ મુંબઇ જૈન મંદિરમાં કામ કરતા હતા. અમોને મળેલ વિગતો મુજબ મુંબઈથી જુદા જુદા કામે ગયેલ 85 વ્યક્તિઓ પાછા આવ્યા છે. આ અંગેની વિગતો આરોગ્ય તંત્ર પાસે નથી તો તેની તપાસ કરવી જોઈએ.

આદિવાસી છોટાઉદેપુર વિસ્તારમાં દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં પર પ્રાંત અને જિલ્લામાં મજૂરી અર્થે અંદાજે 50 હજાર જેટલી વ્યક્તિઓ જાય છે. એ લોકડાઉનમાં 46000 જેટલી વ્યક્તિઓ પોતાના વતનમાં આવી છે. હાલમાં 17 હજાર વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇનમાં છે. તેઓની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવી ખૂબ જરૂરી છે. જનરલ હોસ્પિટલ ખાતેથી 12 મેના રોજ 6 સેમ્પલ મોકલ્યા હતા. તેનો રિપોર્ટ પેન્ડિંગ છે. બોડેલીથી 10 સેમ્પલ મોકલ્યા હતા તેમાં 9 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ અને એક રિપોર્ટ પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો