તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મીઠીબોર પાસેના જંગલમાં શખ્સ ઉપર રીંછનો હુમલો, યુવકને હાથ ઉપર ઇજા ઉપરાંત ફ્રેકચર થયું

છોટાઉદેપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
મીઠીબોર પાસેના જંગલમાં ટીમરૂના પાન વિણવા ગયેલા લોકો પૈકી શખ્સ પર રીછે હૂમલો કરતા તેને છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. - Divya Bhaskar
મીઠીબોર પાસેના જંગલમાં ટીમરૂના પાન વિણવા ગયેલા લોકો પૈકી શખ્સ પર રીછે હૂમલો કરતા તેને છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામ પાસેના જંગલમાં ટીમરૂના પાન વિણવા ગયેલા લોકો પૈકીના એક શખ્શ ઉપર રીંછે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે છોટાઉદેપુર ખાતેની હોસ્પીટલમાં દાખલ કરાયો. યુવકને હાથ ઉપર ઇજા થઇ ઉપરાંત ફ્રેકચર પણ થયું. ઇજાગ્રસ્ત યુવકની ડી.એફ.ઓ.એ મુલાકાત લીધી. મીઠીબોર ગામ રતનમહાલ જંગલ નજીક આવેલો વિસ્તાર છે.
મીઠીબોર ગામ પાસેનું જંગલ રતનમહાલ સેંચુરીની નજીક આવેલો વિસ્તાર
છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામ નજીકના જંગલમાં વહેલી સવારે બનેલા આ બનાવ અંગે વધુ માહિતિ આપતા ડી.એફ.ઓ.નિલેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે,”મીઠીબોર નજીકના જંગલમાં સવારે પાંચેક વાગ્યાના ટીમરૂના પાન વિણવા માટે કેટલાક લોકો ગયા હતા. એ વખતે ત્યાં અચાનક જ બે રિંછ આવી ગયા હતા. ટીમરૂના પાન વિણતા બળવંતભાઇ રામસિંગભાઇ નાયક રહે.ગદોલા ઉપર રીંછે હુમલો કર્યો હતો. જેથી તેમણે બૂમો પાડતા અન્ય લોકો એકત્ર થઇ ગયા હતા. ટોળુ ભેગું થતા રીંછ ત્યાંથી નાસી છુટ્યા હતા. રીંછના હુમલાથી ઇજાગ્રસ્ત બનેલા બળવંતભાઇને છોટાઉદેપુરની દેવર્ષી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાથમાં ઇજા થઇ છે તેમજ ફ્રેકચર થયું છે. મીઠીબોર ગામ પાસેનું જંગલ રતનમહાલ સેંચુરીની નજીક આવેલો વિસ્તાર છે. જેથી રીંછ આ વિસ્તારમાં આવી જાય.”

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો