તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:જિલ્લામાં 11.50 લાખ નાગરિકોને આર્સેનિક આલ્બમ-30 અને માસ્કનું પણ વિતરણ કરાશે

છોટાઉદેપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુરમાં જિલ્લા સેવાસદન ખાતે ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનિટીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
 • આગામી 10 દિવસમાં સમગ્ર જિલ્લાની જનતાને કવર કરવામાં આવશે
 • આ સાથે માસ્કનું પણ વિતરણ કરાશે

છોટાઉદેપુર જિલ્લાના સાડા અગિયાર લાખ નાગરિકોને રોગપ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવશે એમ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું. જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે આવેલા સંકલન સમિતિ હોલ ખાતે ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનિટી અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયાકર્મીઓને માહિતી આપતા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઇરસના 17 કેસો નોંધાયા છે. જે પૈકી માત્ર ત્રણ જ એક્ટીવ કેસો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાને કારણે અવર-જવરનો પ્રશ્ન રહે છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે નવતર અભિગમ હાથ ધરી પ્રધાનમંત્રીની સૂચના અનુસાર આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દવાનું વિતરણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. 

વધુમાં તેમણે આરોગ્ય વિભાગની સાડા પાંચ હજાર અધિકારી/કર્મચારીની ટીમ દ્વારા આ કામગીરી સુપેરે પાર પડે એવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી દવાનો પ્રથમ ડોઝ દરેક નાગરિકે આરોગ્ય કર્મચારીની ઉપસ્થિતિમાં જ લેવાનો રહેશે જણાવ્યું હતું. તબકકાવાર રીતે સરકારી કર્મચારીઓ, હોમ ક્વોરન્ટીન કરાયેલ વ્યક્તિઓ, સુપર સ્પ્રેડર્સને અને આગામી 10 દિવસમાં સમગ્ર જિલ્લાની જનતાને કવર કરવામાં આવશે. જેથી આપણા જિલ્લામાં બહારથી આવતા લોકોથી થનારા સંક્રમણને અટકાવી શકાશે અને જિલ્લો મજબુતાઇથી આગળ વધી શકશે એમ જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણા જિલ્લામાં બહારથી આવેલા લોકોથી સંક્રમણ ન ફેલાય એ માટે 17 હજાર લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એમ કહી તેમણે કોરોના સામે રક્ષણ મેળવવા માટે આર્સેનિક આલ્બમ-30 અને ફેસ માસ્કનું વિતરણ કરવામાં આવશે એમ ઉમેરી તેમણે 1થી 12 વર્ષના બાળકોને સવાર-સાંજ બે ગોળી અને 12 વર્ષથી ઉપરના અને દરેક પુખ્ત વયના નાગરિકોએ સવાર-સાંજ ચાર ગોળીઓ ભુખ્યા પેટે ગળવાની રહેશે. એમ ઉમેરી તેમણે જિલ્લાનો દરેક નાગરિક આ દવાનો ડોઝ પુરો કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લાભાર્થીઓને દવા અને માસ્કનું વિતરણ પણ કર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો