તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:છોટાઉદેપુર જિલ્લામાં બહારથી આવેલા 17 હજાર વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં

છોટાઉદેપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9મેના રોજ મોકલેલા 64 સેમ્પલના રિઝલ્ટ નેગેટિવ આવ્યા

છોટાઉદેપુર જિલ્લાની અંદર 14 કોરોના પોઝેટિવ કેસ આવ્યા પછી આરોગ્ય તંત્ર ખુબજ એલર્ટ થઈ ગયું છે. અત્યાર સુધીમાં 550 સેમ્પલો જુદાજુદા 6 તાલુકામાંથી મોકલ્યા છે પરંતુ 24 એપ્રીલ પછી કોઈ પોઝેટિવ કેશ આવ્યો નથી. 9 મેના રોજ કુલ 64 સેમ્પલ મોકલ્યા હતા. એ તમામ નેગેટિવ આવ્યા છે. સમગ્ર જિલ્લામાં અત્યારે 17 હજાર વ્યક્તિઓ હોમ કવોરંટીનમાં છે. 

11 મેના રોજ સેમ્પલ પાંચમી વખત ટેસ્ટ માટે મોકલવામાં આવશે
સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાંથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં મજૂરી અર્થે 50 હજાર કરતા વધુ વ્યક્તિઓ સૌરાષ્ટ્ર સુરત વાપી તરફ જાય છે. કોરોના વાઇરસને લઈને દેશમાં લોકડાઉનની સ્થિતિ ઊભી થતા બહાર ગયેલા મજૂરોની હાલત કફોડી થઈ છે અને વતન આવવાનું ચાલુ કરી દીધું હતું. અત્યાર સુધી બહાર પ્રાંત અને જિલ્લામાંથી આવેલ કુલ 27228 હોમ કવોરંટીનનો સમય પસાર કરી દીધો છે અને હજુ પણ દૂર અટવાઈ ગયેલ વ્યક્તિઓ પોતાને વતન આવી રહી છે. મજૂરો બહારથી આવ્યા તેઓનું મેડિકલ ચેકઅપ કર્યું. ઘણાના સેમ્પલ લીધા પરંતુ એક પણ વ્યક્તિ કોરોના દર્દી મળ્યો નથી. જિલ્લામાં 300 બેડની ફેસિલિટી ઉભી કરી દેવામાં આવી હતી. કોરોના પોઝેટિવનો એક દર્દી ઉજેરભાઈ રેંજર છોટાઉદેપુરમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલ છે. જેને 11 મેના રોજ સેમ્પલ પાંચમી વખત ટેસ્ટ માટે મોકલવામાં આવશે જો એ નેગેટિવ આવે તો રજા અંગે યોગ્ય નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો