તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:બોડેલી તાલુકામાં સતત બીજા દિવસે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બોડેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધરોલિયાના જૈન તેમજ રાથવિયા ફળીયાને પતરા મારી સીલ કરાયા છે. વિસ્તારના 38 ઘરોને ક્વોરન્ટીન કરાયા છે. - Divya Bhaskar
ધરોલિયાના જૈન તેમજ રાથવિયા ફળીયાને પતરા મારી સીલ કરાયા છે. વિસ્તારના 38 ઘરોને ક્વોરન્ટીન કરાયા છે.
  • તાલુકામાં 7 કોરોના પોઝિટિવ દર્દીઓ ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં દાખલ
  • બામરોલી કડીલાનાં બે યુવકો જ્યારે વાલોઠીનો એક યુવક કોરોના પોઝિટિવ આવ્યો

બોડેલી તાલુકામાં ધરોલીયા ગામે ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા પછી બીજા દિવસે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. પરપ્રાંતિઓની વતન વાપસીની દોડ વચ્ચે બોડેલી તાલુકામાં લગભગ 80 જેટલા યુવકો મુંબઈથી આવ્યા છે અને તેઓ પૈકી કેટલાક બોડેલી નગરમાં જોવા મળ્યા હોવાની ઉઠેલી ફરિયાદ વચ્ચે 37 જેટલા સેમ્પલ લેવાયા હતા. તેમાંથી 33 નેગેટિવ આવ્યા પણ ચાર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.ધરોલીયાનો એક કેસ ગઈ કાલ આવેલા ત્રણ યુવકો પૈકી એક યુવકનાં પિતાને સંક્રમણ થયું છે. જ્યારે બામરોલી કડીલાનાં બે યુવકો જ્યારે વાલોઠી ગામનો એક યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો