તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:બોડેલી તાલુકામાં બાળકોને પૂરતું અનાજ નહીં મળ્યાની લેખિતમાં ફરિયાદ કરાઈ

બોડેલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાજીપૂરામાં શાળાના બાળકોને ત્રીજા તબક્કાનું અનાજ મળ્યું નથી
 • શાળા સમિતિના અધ્યક્ષ દ્વારા મામલતદાર, કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરાઈ

બોડેલી તાલુકાનાં ગાજીપૂરા ગામના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરકારી અનાજનો પૂરતો લાભ મળ્યો નથી. તે મૂજબની ફરિયાદ તંત્રને કરતા શાળા સંચાલકોની ચાલતી પોલમપોલ બહાર આવી છે.

કોરોના વાઇરસને લીધે લોકડાઉનમાં શાળાઓ બંધ છે. ત્યારે મધ્યાહન ભોજનથી બાળકો વંચિત ન રહી જાય તે માટે સરકારે પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં ભણતા બાળકોને ત્રણ તબક્કે ઘઉં અને ચોખા વિગેરે અનાજ વિતરણ કરવાનું શરૂ કર્યું છે. પણ બોડેલી તાલુકામાં કેટલેક ઠેકાણે અનાજ વિતરણની ફરિયાદો ઉઠવા પામી છે. 

બોડેલી તાલુકાનાં ગાજીપૂરા ગામની પ્રાથમિક શાળામાં અનાજ વિતરણ વ્યવસ્થિત થયું નથી. તેવી શાળા સમિતિનાં અધ્યક્ષ ગોપાલભાઈએ મામલતદાર, કલેક્ટર વિગેરેને લેખિતમાં ફરિયાદ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, ત્રીજા તબક્કાનું અનાજ વિતરણ થયું નથી અને કેટલાક બાળકોને તો અગાઉનાં તબક્કાનું પણ અનાજ મળ્યું નથી. હવે અધિકારીઓ તેની તપાસ કરાવે તો સત્ય બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો