તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:5 દિવસ પહેલા ટ્રેનનું ભાડું આપ્યું પણ હવે ચાલતા જ જવું પડશે, ગુજરાત- બિહારની સરકાર વચ્ચે શ્રમિકો પીસાયા

ભરૂચ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત- બિહારની સરકાર વચ્ચે શ્રમિકો પીસાય રહ્યા છે

ભરૂચભરૂચ તંત્રે અત્યાર સુધી આઠ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના 9 હજાર પરપ્રાંતિઓને વતન પહોંચાડ્યા છે. જિલ્લાના દેરોલ ગામમાં રહેતા બિહાર જવા ઇચ્છુક લોકોનું શનિવારે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ અને ટિકિટના 680 રૂપિયા અધિકારીઓએ વસૂલ્યા હતા. 5 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર ે તેમને ક્યારે વતન મોકલાશે તેની માહિતી ન આપતા હવે લોકો ચાલતા જ નીકળી જવા  તૈયારી કરી રહ્યા છે.

બિહારના વતની ગોરેલાલ કુમારે જણાવ્યુ કે, વતન ક્યારે જવાશે તેની રાહ જોઇને હવે દિવસો પસાર થતા નથી. ભરૂચ કલેક્ટરની મંજૂરી માંગવા કરાયેલ અરજી વોટ્સઅપ પર ફરતી થઇ છે. જેમાં અમારું નામ છે અને 13 મે એટલે બુધવાર સુધીમાં માહિતી અપાશેનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. સાંજ પડી ગઇ કોઇ કોલ આવ્યો નથી. હજૂ બે-ત્રણ દિવસમાં કોલ ન આવે તો અમે બિહાર જવા ચાલતા જ નીકળી જઇશું બીજો કોઇ વિકલ્પ નથી.
ટ્રેનમાં 21 લોકો ખૂટ્યા, 14 પહોંચી ગયા જ્યારે 7 લોકો ટ્રેન ચૂકી ગયા 
ભરૂચથી ઝારખંડ પરપ્રાંતિઓને લઇ જતી ટ્રેનમાં 21 લોકોની ઘટ પડે છે, એમ ભરૂચ તાલુકાના દેરોલ ગામના તલાટીને 5ઃ15 વાગ્યે કોલ આવ્યો. ગામના આગેવાનોએ ત્વરિત 21 લોકોનો સંપર્ક કર્યો. જોકે 7 વાગ્યા સુધીમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર પહોંચવાનું હોવાથી 14 લોકો જ ટ્રેન માં જઇ શક્યા જ્યારે 7 લોકોની ટ્રેન ચુકી ગયા હતા. તંત્રએ વહેલી જાણ કરી દીધી હોત તો અન્ય 7 લોકો પણ તેમના વતન પહોચી ગયા હોત.
બિહારથી પરવાનગી અાપે ત્યાર પછી જ ભરૂચથી લોકો મોકલાશે
બિહાર જવા ઇચ્છુક 1200 લોકોની યાદી બિહર પ્રસાશનને 9 મેની મોકલી દીધી છે. બિહાર સરકાર પરવાનગી આપશે ત્યારે ભરૂચના લોકો માટે ટ્રેનની વ્યવસ્થા કરી દેવાશે. કેટલો સમય લાગશે તે ચોક્કસ નથી. ત્યાંનુ પ્રશાસન  વ્યવસ્થા કરે  પછી જ પરવાનગી મળે - એન.આર પ્રજાપતિ, પ્રાંત અધિકારી અને બિહાર રાજ્ય માટેના નોડલ ઓફિસર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો