તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધિંગાણું:ઝઘડો કરવા માટે આવ્યો હોવાની શંકાએ યુવક પર તલવારથી હુમલો

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેજલપુરમાં મુસ્લિમ ખારવાવાડમાં બે પરિવાર વચ્ચે ધિંગાણું
 • યુવકનો અંગૂઠો કપાયો, છોડાવવા પડેલા સસરા પર પણ હુમલો

વેજલપુર મુસ્લીમ ખારવાવાડ વિસ્તારમાં બાળકોની તકરારમાં બેે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેમાં તલવારથી હુમલો કરતાં એક યુવાનનો જમણા હાથનો અંગુઠો કપાઇને છૂટો થઇ ગયો હતો. ભરૂચના લીમડીચોક વિસ્તારમાં રહેતો તન્વીર સફીક મહંમદ ઇજારદાર તેમની પુત્રીને લઇને તેમના સાસુને ત્યાં મુસ્લીમ ખારવાવાડ ખાતે ગયો હતો. દરમિયાનમાં તેમની પુત્રી ત્યાં જ રોકાઇ ગઇ હતી. બાદમાં સાંજના સમયે તે તેની પુત્રીને લેવા પરત ગયો હતો.ત્યારે સલીમ બોટવાલા, ગોદામ ઉર્ફે ફિરોજ બોટવાલા, ફરિદ બોટવાલા તેમજ મોહસીન ફિરોજ બોટવાલા તેમજ મોહસિન સિરાજ નાખુદા અને આબેદા સિરાજ નાખુદા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાનમાં તનવીર ત્યાં ઝઘડો કરવા આવ્યો હોવાની શંકાએ ફિરોજ ઉર્ફે ગોદામ બોટવાલાએ તલવારથી તનવીર પર હુમલો કરતાં હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. સસરા મુસ્તાક વચ્ચે પડતાં ફિરોજે તેમના સસરા પર પણ તલવારથી હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો