તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:1200 લોકો વગર ટ્રેન ઉપડશે નહીં અમારી આશા પર પાણી ફરી વળ્યું

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં શ્રમિક સિવાયની ટ્રેનને સ્ટોપેજ નહીં મળતા નારાજગી
 • 10 દિવસથી રજિસ્ટ્રેશન કરાવ્યું પણ વતન ક્યારે જવાશે તે નક્કી નથી

રાજ્યમાં મંગળવારથી શ્રમિક ટ્રેનો સિવાયની અન્ય ટ્રેનો શરૂ કરી દેવાઇ છે. ભરૂચ જિલ્લાના પરપ્રાંતિયોમાં વહેલી તકે વતન પહોંચવાની આશા જાગી હતી. જોકે રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી જ  શ્રમિક ટ્રેનો સિવાયની અન્ય ટ્રેનો શરૂ કરતાં ભરૂચ રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ અપાયો નથી. ભરૂચ થઇને ટ્રેનો અવરજવર કરશે પરંતુ સ્ટેશને મુસાફરો માટે ઊભી રહેશે નહી. ભરૂચના દેરોલમાં રહેતા ઓરિસ્સાના વતની બદ્રીનાથ નાયકે જણાવ્યુ હતું કે, 12 તારીખથી ટ્રેનો શરૂ થશે તો અમે તાત્કાલિક વતન પહોંચીશું એવી આશા હતી. પણ હવે ભરૂચમાં ટ્રેન રોકાશે જ નહી તે સાંભળી વતન જવાની આશા પર પાણી ફરી ગયું હતું. ભરૂચની કંપનીઓમાં ઓરિસ્સાના ઓછા લોકો કામ કરે છે. ઓરિસ્સા જવા માટે 1200 લોકો થવા પણ કદાચ મુશ્કેલ છે. 10 દિવસ અગાઉનું વતન જવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમદાવાદ પોલીસે વેરિફાય કરવા માટે કોલ પણ કર્યા પરંતુ ક્યારે વતન જવાશે તેની કોઇ ચોક્કસ માહિતી આપી નથી.
ભરૂચથી ઝારખંડના ડાલટનગંજ-એમપીની ટ્રેનમાં 2815 શ્રમિકો રવાના થયા, જિલ્લામાં અત્યાર સુધી 7 ટ્રેનમાં 8893 શ્રમિકો ગયા
રાજ્યમાં રહેતા શ્રમજીવીઓને તેમના વતન મોકલવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા ગોઠવી હતી.જેના ભાગરૂપે વહીવટી તંત્રે 5 ટ્રેનમાં શ્રમજીવીઓ અને વિદ્યાર્થીઓને તેમના વતન મોકલી આપ્યા હતા.જયારે મંગળવારના રોજ એક ટ્રેન સવારે ભરૂચથી ઝારખંડના ડાલટનગંજ સુધી 1215 શ્રમિકોને લઈને ટ્રેન રવાના થઈ હતી. જ્યારે બીજી ટ્રેન રાત્રીના 9 વાગે 1600 શ્રમિકોને લઈને મધ્યપ્રદેશ રવાના કરાઈ હતી. આમ, કુલ જિલ્લામાં અત્યાર સુધીમાં ભરૂચ - અંકલેશ્વર થઈને કુલ 7 ટ્રેનમાં કુલ-8893 શ્રમિકો અને વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન મોકલાયા છે.
1200 પ્રવાસીઓ વાળી શ્રમિક ટ્રેન જ ભરૂચથી ઉપડશે.
ભરૂચ રેલ્વેના ઇન્ચાર્જ ઓફિસર આર.વી ઠાકુરે જણાવ્યુું કે, 12 માર્ચથી શરૂ થયેલી ટ્રેનનોમાં ભરૂચને સ્ટોપેજ અપાયું નથી. ભરૂચથી માત્ર કલેક્ટર દ્વારા સુચવેલા 1200 પરપ્રાંતિઓ માટે જ ફાળવેલી શ્રમિક ટ્રેન ઉપડશે. જિલ્લાના શ્રમિકોએ વતન જવા કલેક્ટર કચેરીમાં જ નોંધાવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો