કચ્છ જઇને આવેલા ત્રણને કોરન્ટાઇન સેન્ટરમાં મુકાયાં

કોરોના ઇફેક્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભરૂચ: શહેર જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બારિકાઇ પુર્વક આરોગ્ય તપાસણી અંતર્ગત લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના 1466 કર્મીઓની ટીમે 11.91 લાખ લોકોને તપાસી શરદી, તાવ, ખાંસી સહિતના રોગોની તપાસણી સાથે અન્ય બિમારીઓને લઇને જરૂરી સારવાર કરવામાં આવી હતી. બીજી તરફ કોરોના વાયરસને લઇને અત્યાર સુધીમાં કુલ 1006 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. જે પૈકી 551 લોકોને હોમ ઓબ્ઝર્વેશનમાં રખાયાં છે. અંક્લેશ્વરના એક પરિવારના ત્રણ વ્યક્તિઓ હાલમાં જ કચ્છ ખાતે તેમના સંબંધીના મોતના પ્રસંગમાં ગયાં હતાં. જ્યાં તેમને હોમ કોરોન્ટાઇનમાં રાખ્યા હતાં. જોકે તેઓ ત્યાંથી ભાગીને અંક્લેશ્વર પરત આવી જતાં ભરૂચ આરોગ્ય વિભાગને જાણ થતાં તેમણે ત્રણેય લોકોને અવિધા ખાતેના કોરોન્ટાઇન સેન્ટરમાં દાખલ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...