તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:આમોદને અઠવાડિયામાં બે દિવસ તક, 54 ગામનો કપાસ વેચાતા ચોમાસુ આવી જશે!

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલેજનું કપાસ ખરીદ કેન્દ્ર ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસરના ખેડૂતો માટે કાર્યરત

ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસર તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે પુરતા પ્રમાણમાં કેન્દ્રની ફાળવણી નહીં કરાતા આર્થિક ખેડૂતો સંકટનો શિકાર બની રહ્યા છે. પાલેજના લહેરી કપાસ ખરીદ કેન્દ્ર પર ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસર તાલુકાના ખેડૂતો માટે વ્યવસ્થા ઊભી કરી છે. દરેક તાલુકાના ખેડૂતો માટે બે દિવસ ફાળવ્યા છે.

ખેડૂતોનું કપાસ ખરીદીનું કાર્ય પુર્ણ થવાના આરેે
આમોદ તાલુકામાં 54 ગામો છે દરેક અઠવાડિયામાં બે દિવસે જ કપાસની ખરીદી કરાશે તો કપાસનું વેચાણ પૂરુ થતા પહેલા જ ચોમાસુ આવી જશે અને કપાસ ભેજના કારણે બગડશે. સોમવારે ખેડૂતો આમોદ એપીએમસીમાં આ સમસ્યા વિશે ચર્ચા કરવા મીટિંંગ કરી હતી.ભરૂચ જિલ્લા ખેતી અધિકારી જે.જે ભટ્ટે જણાવ્યું હતું કે ભરૂચ, આમોદ, વાગરા, અને જંબુસર તાલુકાના ખેડૂતોને કપાસ વેચાણ માટે પાલેજનું એક કેન્દ્ર ફાળવ્યું છે. વાલીયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના ખેડૂતોનું કપાસ વેચાણ માટે વાલિયા કેન્દ્ર છે. અહીં સ્થાનિક ખેડૂતોનું કપાસ ખરીદીનું કાર્ય પુર્ણ થવાના આરેે છે. બે-ત્રણ દિવસમાં આ ચાર તાલુકાના ખેડૂતો માટે વાલીયા કપાસ ખરીદ કેન્દ્ર ખુલ્લુ મુકાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો