તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:આમોદના કોરોના પીડિત વૃદ્ધની હાલત ગંભીર,નવો કોઇ કેસ નહીં

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં 20 શંકાસ્પદોના સેમ્પલ લઇ સુરત પરીક્ષણ માટે મોકલ્યાં
 • જિલ્લામાં 135ને ફેસિલિટી સેન્ટરમાં મુક્યાં, 2437 હોમ ક્વોરન્ટીન

ભરૂચ જિલ્લામાં કોરોનાનો આજે ગુરૂવારે એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 32 લોકો કોરોના સંક્રમિત થયાં છે. જે પૈકી હાલમાં 5 લોકો સારવાર હેઠળ છે. જેમાં આમોદના 79 વર્ષના વૃદ્ધની હાલત અત્યંત નાજુક હોઇ તેમને હાલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. જોકે ગુરૂવારે આરોગ્ય વિભાગની ટીમે કુલ 20 શંકાસ્પદ લોકોના સેમ્પલ મેળવીને સુરતની લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યાં છે.
કોવિડ 19 હોસ્પિટલમાં હાલમાં ભરૂચના 4 લોકો સારવાર લઇ રહ્યાં છે
ભરૂચ શહેર જિલ્લામાં 12 દિવસની રાહત બાદ કોરોના મહામારીએ ગત શનિવારથી પુન: ઉથલો માર્યો હતો. જેમાં ચાર જ દિવસમાં વધુ 5 કેસ સામે આવ્યાં હતાં. જે પૈકી આમોદના 79 વર્ષના ચતુરભાઇ પરમારની સારવાર વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેમની હાલત અત્યંત નાજૂક હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. બીજી તરફ ગુરૂવારે આરોગ્ય વિભાગ દ્વારા 20 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે તમામ સેમ્લને સુરથ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં 135 લોકોને ફેસિલિટી સેન્ટરમાં જ્યારે 2437 લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે. અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ 19 હોસ્પિટલમાં હાલમાં ભરૂચના 4 લોકો સારવાર લઇ રહ્યાં છે. જ્યારે અમદાવાદ અને વાપીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારા 2 ટ્રક ચાલકો પૈકી એક ડ્રાઇવરની ની પણ સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો