તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર GIDCના મેડિકલ સ્ટોરમાં શોર્ટ-સર્કિટથી આગ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગની જ્વાળા ત્રણ માળ સુધી પહોંચી, એક કલાકે કાબૂમાં આવી

અંકલેશ્વર: લોક ડાઉન વચ્ચે જીઆઇડીસી નંદા મેડીકલ સ્ટોર માં ભીષણ આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઉમંગ કોમ્લેક્સમાં બનેલા બનાવ એપાર્ટમેન્ટમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કાપોદ્રા પાટીયા પાસે રાત્રીના લાગેલી આગ 1 કલાકે કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કાપોદ્રા પાટિયા પાસે આવેલ ઉમંગ કોમ્પલેક્ષમાં નંદા મેડિકલ નામની દુકાન માં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં અંગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ત્રીજા માળ સુધી આગની જ્વાળા પહોંચી હતી. આગની જાણ ડીપીએમસીને કરાતા એક કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...