લોકડાઉન:ભરૂચ પાસે સરદાર અને ગોલ્ડન બ્રિજ બંધ કરી લોકોને અટકાવાયા

કોરોના વાઇરસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી હિજરત કરીને આવી રહેલાં લોકો માટે રસ્તો સદંતર બંધ

ભરૂચઃ ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર- 48 પર હાલમાં સુરતથી વડોદરા-સૌરાષ્ટ તરફ લોકો હિજરત કરી જતાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હાલમાં તે લોકોને યેનકેન પ્રકારે તેમના વતન જવા માટેની સુવિધા કરી દેવામાં આવી છે. જોકે, હવે કોરોનાની મહામારી પર અંકૂશ રાખવા માટે સરકારી તંત્રએ કડક પગલાં ભરવાના શરૂ કરી દીધાં છે. ભરૂચના સરદાર બ્રીજ તેમજ ગોલ્ડનબ્રીજને સુરત તરફથી આવતાં લોકો માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં કોઇને પણ બ્રીજ ઓળંગવા નહીં દેવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા ફળવાયેલાં પાસધારકો અને અત્યંત જરૂરી સામગ્રીના વાહન વ્યવહાર સિવાય તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...