તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:ભરૂચમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરનું હાલ પૂરતું સ્થળ બદલાયું, 69 કેસો પૈકી 36 ઘરેલુ હિંસાના સમાવેશ

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની મહિલાઓ ઉપર થતા અત્યાચાર, હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા ભારત સરકાર પુરસ્કૃત, મહીલા અને બાળ વિકાસ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ - પાટણ દ્વારા સંચાલિત સખી” વન સ્ટોપ સેન્ટર સિવિલ હોસ્પિટલમાં 24 કલાક પોતાની સેવા આપી રહ્યું છે.ત્યાં મહિલાઓને કાયદાકીય સલાહ, તબીબી સહાય,પોલીસ સહાય, 5 દિવસનો આશ્રય અને કાઉન્સેલિંગની સેવાઓ અપાય છે.અત્યાર સુધીમાં સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કુલ 69 કેસો સોલ્વ કરાયા છે જેમાંથી 36 ઘરેલુ હિંસાના કેસોનો સમાવેશ કરાયો છે.

હાલમાં ચાલી રહેલા લોકડાઉનમાં પણ સખી સેન્ટરની બહેનો 24 કલાક પોતાની સેવા આપી રહી છે. પરંતુ કોરોના મહામારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલ પૂરતી સેન્ટરને નારી સંરક્ષણ કેન્દ્ર, ભોલાવમાં ખાતે ખસેડેલ છે. જો કોઇ મહિલાને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે માહિતી જોઈતી હોય તો તે સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો