તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વછનાદ ગામમાં ટ્રેક્ટરની છત્રીને નુક્સાન થતા બે પરિવાર બાખડ્યાં

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને પક્ષના 11 લોકો સામે ફરિયાદ નોંધાઇ

વાગરા તાલુકામાં આવેલાં વછનાદ ગામે એક યુવાને ટ્રેક્ટર લઇને જતો હતો. તે વેળાં તેના ટ્રેક્ટરની છત્રી અન્ય એક ટ્રેક્ટરની છત્રીને અડી જતાં બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. બનાવને પગલે વાગરા પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે કુલ 11 જણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તલુકામાં આવેલાં વછનાદ ગામે લિંબડા ફળિયામાં રહેતાં ઘનશ્યામ સોમા ગુજ્જરનો પુત્ર મિહીર ગામની ખરીમાંથી મગનું ગોતર ભરી ટ્રેક્ટર લઇને ઘરે આવતો હતો. તે વેળાં ફળિામાં રહેતાં નિતેશસિંહ સોલંકીના ટ્રેક્ટર પર લગાવેલી છત્રીને મિહીરના ટ્રેક્ટરનું ટ્રેલર અડી જતાં નુકશાન થયું હતું. જેના પગલે બન્ને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ ધિંગાણું સર્જાયું હતું. જેના પગલે ઘનશ્યામ ગુજ્જર તેમજ નિતેન્દ્રસિંહ સોલંકીની માતાએ વાગરા પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષના 11 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો