તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Exclusion Of Private School Students, Job Opportunities Discussed In Detail On The Portal Launched By The Department Of Education

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:શિક્ષણ વિભાગે શરૂ કરેલા પોર્ટલ પર ખાનગી શાળાના છાત્રો બાકાત, નોકરીની તકોની વિસ્તૃત ચર્ચા કરાઇ

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચરાજ્ય શિક્ષણ વિભાગે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અને યુનિસેફ સાથે સંલગ્ન gujaratcareerportal.com વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલ પર વિદ્યાર્થીઓએ ધો.10 અને 12 પછી શું કરવું તેને લગતું વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે. જોકે, આ વેબ પોર્ટલ પર ચિલ્ડ્રન યુનિક આઇડી માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું જ છે, તેથી તેઓ જ લોગ ઇન કરીને વિસ્તૃત માહિતી મેળવી શકશે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓને બાકાત રખાયા છે.પોર્ટલ ઉપરાંત gujarat career guidanceની યુટ્યુબ ચેનલ પર અગાઉ આયોજિત વેબિનારના વિડિયો ઉપલબ્ધ છે. આવતી કાલે યુટ્યુબ ચેનલ પર વોકેશનલ અને ડિપ્લોમા ઓરિએન્ટેડ વેકેન્સી અને નોકરીની તક વિશે વેબિનારનું આયોજન કરાયું છે. ધો.10 પછી સાયન્સ મેડિકલ અને નોન મેડિકલ, આર્ટસ અને કોમર્સના વિષય અને સંપુર્ણ કોર્ષની પસંદગી અને ત્યાર બાદ ભવિષ્યમાં નોકરીની તકોની વિસ્તૃત ચર્ચા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો