તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:શિક્ષણ મંત્રીની કોન્ફોરન્સથી નવા સત્રના એક્શન પ્લાન વિશે ચર્ચા, મટિરિયલ પહોંચાડવા મંતવ્યો પણ માંગ્યા

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોને મટિરિયલ પહોંચાડવા મંતવ્યો પણ માંગ્યા

લોકડાઉનમાં શિક્ષણકાર્ય સ્થગિત હોવાને કારણે વિદ્યાર્થીઓ પર તેની માઠી અસરો પડી રહી છે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને સ્ટડી ફ્રોમ હોમ અભિયાન અંતર્ગત ઘર સુધી સ્ટડી મટીરિયલ પહોંચી રહે તે માટે વ્યવસ્થા કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ સોમવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય અને શાસનાધિકારીઓ સાથે શિક્ષણના વિવિધ એજન્ડાઓ પર વીડિયો કોન્ફોરેન્સથી ચર્ચા વિચારણા કરી હતી. નવા સત્રની શરૂઆત માટે એક્શન પ્લાન બનાવવા તમામના અભિપ્રાયો માંગ્યા હતા.શૈક્ષણિક સત્ર સામાન્ય વર્ષો કરતાં મોડું શરૂ થશે તેથી આગામી દિવસોમાં સર્જાતી સમસ્યાને પહોંચી વડવા પ્લાનિંગ કરવાની શરૂઆત કરી છે. ઉલ્લેખનિય છે કે 6 જૂનથી નવા સત્રની શરૂઆત થઇ શકે છે. 3 મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ શાળામાં ધ્યાન આપીને કદાચ ન ભણી શકે તેવી પરિસ્થિતિઓને પહોચી વળવા એક્શન પ્લાન બનાવવો જરૂરી છે જેના પર શિક્ષણ વિભાગ કાર્યરત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો