તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન પરત:તંત્રની અસુવિધાથી 60 શ્રમિકો 1500 કિમી જવા પગપાળા જ નીકળી પડ્યાં

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટ્રેનની વ્યવસ્થા નહીં થતાં તેઓ ચાલતા જ વતન જવા નીકળ્યા હતાં. નર્મદા ચોકડી પાસે પોલીસે તમામને અટકાવી બસમાં પરત મોકલ્યા હતા - Divya Bhaskar
ટ્રેનની વ્યવસ્થા નહીં થતાં તેઓ ચાલતા જ વતન જવા નીકળ્યા હતાં. નર્મદા ચોકડી પાસે પોલીસે તમામને અટકાવી બસમાં પરત મોકલ્યા હતા
 • દહેગામ-થામના પરપ્રાંતિયોએ 10 દિવસથી નોંધણી કરાવી છતાં ટ્રેનની વ્યવસ્થા ન થતા ધીરજ ખૂટી, નર્મદા ચોકડી પર પોલીસે અટકાવી પડાવ પર પરત મોકલ્યાં
 • ટ્રેનની વ્યવસ્થા થાય ત્યાં સુધી ધૈર્ય રાખવા પોલીસે શ્રમજીવીઓને સમજાવ્યાં

ભરૂચના દહેગામ અને થામમાં ચાલી રહેલી બ્રિજની કામગીરીમાં કામ કાજ કરતા 60 જેટલા શ્રમજીવીઓ એ વહીવટી તંત્રમાં 10 દિવસ ઉપરાંતથી વતન જવા રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં તેમની કોઈ વ્યવસ્થા નહિ થતા મંગળવારે સવારે શ્રમિકો પગપાળા વતન જવા નિકળી ગયાં હતા. ગુજરાતથી ઝારખંડ અંદાજીત 1500 કિલોમીટર દૂર આવ્યુ હોવા છતાં મુશ્કેલીઓમાં મુકાયેલા લોકો વતન રાહ પકડી હતી.જોકે નર્મદા ચોકડી પર હાજર પોલીસે તમામને રોકીને નાસ્તા પાણી આપીને જયારે તમારી ટ્રેન મુકાય ત્યારે જવા સમજાવી તેમના પડાવ પર પાછા મૂકી દેવામાં આવ્યા હતાં.
1200 કિમી દૂર વતન ઝારખંડ જવા પગપાળા નીકળી પડ્યા
લોકડાઉનના પગલે ભરૂચ જિલ્લાના દરેક ચેક પોઇન્ટ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ અને પરવાનગીની તપાસ કરાઈ રહી છે. રોજગાર વગર નિરાધાર બનેલા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. ખાવા માટે અનાજ અને રૂપિયાની અછતના કારણે શ્રમિકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સરકાર આવા શ્રમજીવીઓને તેમના વતન મોકલવા બસ અને ટ્રેનની વ્યવસ્થા ગોઠવી રહી છે પરંતુ માત્ર 1200 લોકોને લઇ જવાના હોવાથી અન્ય લોકો રહી જતા હોય છે. ઓછા શિક્ષિત હોવાના કારણે શ્રમિકોએ જેમ તેમ કરીને 10 દિવસ ઉપરાંતથી પોતાના ફોર્મ ભરીને વહીવટી તંત્રમાં જમા કરાવ્યા હોવા છતાંય હજુ સુધી તેમનો નંબર નહીં આવતા ભારે તકલીફોમાં મુકાયા છે. દહેગામ અને થામ ખાતે રહેતા 60 જેટલા શ્રમજીવીઓ કોઈ સુવિધા નહિ થતી હોવાના કારણે મંગળવારે સવારે 8 વાગે 1200 કિમી દૂર વતન ઝારખંડ જવા પગપાળા નીકળી પડ્યા હતાં.મહા મુસીબતે નર્મદા ચોકડી પહોંચેલા શ્રમજીવોને પોલીસે રોકી નાસ્તા પાણી કરાવી બસ મારફતે પોતાના સ્થળ પર ઉતારી જયારે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાય ત્યારે જવા જણાવ્યું હતું. 
પોલીસે પકડી પાછા અમારા સ્થળે મૂકી ગઇ 
વતન જવા અમારા ફોર્મ કલેક્ટર કચેરી,ગ્રામ પંચાયત દયાદરા અને કોંગ્રેસ ઓફિસે પણ આપ્યા હોવા છતાં તેની કોઈ સુનવાઈ નહીં થતા અમે વિચાર્યું તો પગપાળા પોતાના વતન નીકળી જઈએ પરંતુ નર્મદા ચોકડી પર પોલીસે અમને પકડી નાસ્તા પાણી કરાવી પાછા અમારા સ્થળ પર છોડી ગયા છે. > મહંમદ ફૂંદુસ, ઝારખંડ
ટ્રેનની જાણ નહીં કરાતા અમે પગપાળા નીકળ્યા 
અહીંયા ખાવા મળે પણ તેના રૂપિયા પણ અમારે વતનથી મંગાવવા પડે છે. 10 દિવસથી વતન જવા કલેક્ટર કચેરીમાં અમારા ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. ઘણી ટ્રેન ગઈ પણ અમને કોઈ જાણ નથી કરાતી એટલે અમે આજે 32 લોકો ચાલતા વતન જવા નીકળ્યા છે.> એમ.ડી.વહીયા,ઝારખંડ
બે દિવસથી હું મારા પ્રજ્ઞાચક્ષુ સહિતના 4 સંતાનને લઈ ભાવનગર જવા નીકળ્યો છું. - ચતુર કીર્તિ ભાડિયા,નવસારી શ્રમિક
હું નવસારી હાઇવે પર રહીને હેલ્મેટ વેચવાનો ધંધો કરુ છું. મારી પત્ની ભાગી ગઈ હોવાથી મારા પ્રજ્ઞાચક્ષુ પુત્ર સહિત 4 સંતાનોની જવાબદારી મારા પર આવી ગઈ છે. લોકડાઉનમાં ધંધો બંધ થઈ જતા ખાવાના પણ ફાંફા પડી ગયા છે. એટલે હું નવસારીથી મારા બાળકોને લઈને વતન ભાવનગરના વિછિયા ગામ ચાલતો જવા રવિવારે સવારનો નીકળ્યો છું. અહીંયા ભરૂચ આવી પહોંચતા સ્થાનિક પોલીસ દ્વારા મારા પરિવારને ભોજન કરાવીને બોટાદ તરફ જતા ટેમ્પામાં બેસાડી મોકલી રહ્યાં છે, તેમનોખુબ આભાર માનું છું.
.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો