તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્પાદન:શેરડીમાં નિતાર-કેળામાં સ્લિવિંગ પધ્ધતિથી ઉત્પાદનમાં વધારો થશે, ડો. તુષાર પટેલનું સંશોધન

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ભરૂચની નવસારી કૃષિ યુનિ.ના ડો. તુષાર પટેલનું સંશોધન

ભરૂચની નવસારી કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિક ડો. તુષાર પટેલે શેરડી અને કેળાની પાકના ઉત્પાદનમાં વધારો કરવા નવી પધ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જમીન અને પાકના મૂળમાં રહેલા વધારાના પાણીને કૃત્રિમ રીતે નિકાલ કરવા ગાઠવેલી વ્યસ્થાને નિતાર પધ્ધતિ કહેવાય. શેરડીના પાકને પાણીની જરૂર વધુ હોય. તેના કારણે જમીન પર વધારાના પાણીના સંગ્રહથી ક્ષારનું પ્રમાણ વધે. નિતાર પદ્ધતિથી ક્ષારને પાકના મૂળ વધતો અટકાવી શકાય. પાણીના સંગ્રહથી શેરડીના પાકમાં થતા રોગ અને જીવાતની સમસ્યા નિવારી શકાય અને ઉત્પાદનમાં વધારો કરી શકાય.  કેળાની લુમો સંપૂર્ણ નીકળી ગયા બાદ વાદળી રંગની પોલીથીનની કોથળી ચઢાવવી તેને સ્લીવિંગ કહેવાય. આ પોલીથીન લુમને પનવસ વરસાદ, ગરમી,કીટકો અને રોગ સામે રક્ષણ આપે છે. થેલીમાં ગાયનું છાણ સહિત રાસાયણિક ખાતરો ભરી લૂમના છેડે બાંધવાથી પાકને પોષણ મળે છે. લૂમ દીઠ 3થી 4 કિલો વધુ અને 5થી 7 દિવસ વહેલું ઉત્પાદન મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો