તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લાના લોકો લોકડાઉનમાં ગેરકાયદે પરત આવી રહ્યાં છે. પોલીસતંત્રે આવા લોકોને શોધી તેમની સામે કાર્યવાહી કરી રહી છે. 24 કલાકમાં અન્ય જિલ્લામાંથી પરવાનગી વિના આવેલાં લોકો સામે વધુ 3 ફરિયાદો નોંધાઇ હતી. લોકડાઉનનો ભંગ કરી અન્ય જિલ્લામાંથી આવેલાં લોકો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં ભરૂચના ઝાડેશવરમાં દુબઇ ટેકરી વિસ્તારમાં રહેતો શ્યામ પાટણવાડિયા તેમજ તેની પત્ની હિના ગઇકાલે સાંજે વડોદરાના દુુમાડથી ભરૂચ આવી ગયાંની જાણ ભરૂચ પોલીસને થઇ હતી. જેથી પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. બીજી ઘટનામાં જંબુસરના તાડીયા હનુમાન વિસ્તારમાં રહેતાં મહેશ વાઘેલાની પત્ની ઇન્દિરા સુરત ખાતે તેના પિયરે ગઇ હોઇ મહેશે સૂરત પત્નીને લેવા ગયાં હતાં. જ્યાંથી તેઓ અલગઅલગ વાહનમાં પરત આવ્યાં હતાં. ત્રીજી ઘટનામાં ઝઘડિયાના વણાકપોર ગામે રહેતાં ભાવેશ રમણિકલાલ શાહ અમદાવાદ ખાતે રેહતી તેમની પુત્રી ધરતીને કોઇ પણ પરવાનગી વિના વણાકપોર લઇ આવ્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.