તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:શિનોર-કીમ અને મુંબઇથી ભરૂચ જિલ્લામાં આવેલાં 10 સામે ગુનો, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોજગાર-ધંધાર્થે ત્રણે પરિવારો અન્ય સ્થળે રહેવા ગયાં હતાં

ભરૂચ જિલ્લામાં અન્ય જિલ્લા-રાજ્યમાંથી ગેરકાયદે રીતે આવતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાનમાં ભરૂચ શહેરના ભૃગુપુર સોસાયટીના એક બંગલામાં ત્રણ જણાનો પરિવાર અન્ય જિલ્લામાંથી આવ્યો હોવાની ચોક્કસ બાતમી સી ડિવિઝન પોલીસને મળતાં ટીમે તુરંત તેમના ઘરે ધસી જઇ તપાસ કરતાં છત્રસિંહ તલાજી ઠાકોર, કલ્પના ઠાકોર તેમજ યશકુમાર ઠાકોર વડોદરાના શિનોર તાલુકાના સાંધલી ગામેથી ગેરકાયદે રીતે આવ્યાં હોવાનું માલુમ પડતાં તેમની સામે ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ જંબુસરમાં આવા બે ગુના બન્યાં હતાં. જેમાં જંબુસરના રૂંઢ તળાવ ખાતે રહેતાં મુકેશ ભીખા વાઘેલા, ભીખીબેન વાઘેલા તેમજ તેમની પુત્રી હિરલ મહારાષ્ટ્ર ખાતે કામધંધાર્થે ગયાં હોઇ ત્યાંથી વાહનો બદલીથી શુક્રવારે રાત્રીના સમયે ઘરે પરત આવ્યાં હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સૂરતના કીમ ખાતે ધંધાર્થે ગયેલાં મગળ ગલાબ વાઘેલા, સવીબેન વાઘેલા, બુધાભાઇ વાઘેલા તેમજ મંજુબેન વાઘેલા ગેરકાયદે રીતે જંબુસર આવી પહોંચ્યાં હોવાની વિગત પોલીસને મળતાં બન્ને પરિવાર સામે ગુનો નોંધ્યો હતો.
ભાડભૂતમાં ક્રિકેટ રમતાં 7 શખ્સો પકડાયાં 
ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે કેટલાંક યુવાનો ક્રિકેટ રમી રહ્યાં હોવાની ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પોલીસની ટીમને મળી હતી. જેના પગલે ભરૂચ તાલુકા પોલીસે ભાડભૂત ગામે પહોંચી નર્મદા નદી કિનારે પહોંચી હતી. જ્યાં સાતેક યુવાનો ક્રિકેટ રમતાં હોઇ પોલીસે ચારેય બાજુથી તેમની તરફ દોડી જઇ ક્રિકેટ રમતાં કિરણ કનુ માછી, પ્રશાંત હરિવદન માછી, હિરલ રમણ માછી, પવન કનુ માછી, યક્ષિત મુકેશ માછી, મહેન્દ્ર ઉર્ફે માનુ મફત માછી તેમજ શની શંકર માછીને ઝડપી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો