તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન 3.0 માં ભરૂચ જિલ્લામાં કામકાજ વગર ફસાયેલા 11 હજારથી વધુ લોકોને તંત્રે 9 ટ્રેન મારફતે વતન મોકલી આપ્યા છે. જોકે, હજુય 10 હજારથી વધુ લોકોનો સર્વે થઇ યાદી તૈયાર છે. દરમિયાન ગુુરુવારે દહેજ પંથક અને ભરૂચ તાલુકાના દેરોલ નજીકના પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો મચાવી રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલેે એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો. એસપી સહીતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી 4 કલાક ચાલેલા આંદોલન બાદ સમજાવટ અને બાંહેધરી આપતા મામલો થાળે પડતા વાહન વ્યવહાર પૂર્વવત્ બન્યો હતો.
અધિકારીઓ જોલાવા પહોંચી જઇ તેમની સાથે ચર્ચા કરીને રોડને ખુલ્લો કરાવ્યો
ભરૂચ જિલ્લામાંથી વતનમાં જવા માગતા શ્રમિકોનો તંત્રે સર્વે શરૂ કર્યો છે. ગ્રામ પંચાયતો ખાતે તલાટીઓ અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા તેમનો સર્વે કરીને તેમના મેડિકલ સ્ક્રીનિંગ કરી કેટલાય લોકોનું તો ટ્રેનનું ભાડુ પણ ઉઘરાવી લીધું છે. જોકે, સંબંધિત રાજ્યોમાં આ લોકોની યાદી મોકલાવ્યા બાદ ત્યાંથી મંજૂરી નહીં આવતાં ટ્રેનની કામગીરી ટલ્લે ચઢી છે. જેના કારણે વતન જવા માટે રાહ જોતા એક હજારથી વધુ શ્રમિકોએ ગુરુવારે દહેજના જોલવા ગામ નજીક એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો.ટોળાએ રોડ પર ઉતરી જઇ ચક્કાજામ કરી દીધો હતો.તેના કારણે એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસથી લોકો નહીં સમજતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત અધિકારીઓ જોલાવા પહોંચી જઇ તેમની સાથે ચર્ચા કરીને રોડને ખુલ્લો કરાવ્યો હતો.
લોકોએ બાંકડા અને કાંટાળી ઝાડી મૂકીને રસ્તો બંધ કર્યો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જેલવા ગામ ખાતે ગુરુવાર વહેલી સવારે વતન જવાની જીદે ચઢેલા પરપ્રાંતીય શ્રમિકોએ રોડ પર ઉતરી આવીને રોડ પર બાંકડા અને કાંટાની ઝાડીઓ મૂકીની ચક્કાજામ કર્યો હતો. જીદે ચઢેલા પરપ્રાંતિયોએ રોડ પર 6 કલાક સુધી ભારે હોબાળો મચાવ્યો બાદ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
DSPએ જાતે ગાડી પર ચઢી સમજાવટ કરી
પરપ્રાંતિયોએ સવારે રોડ પર ઉતરી આવીને વતન જવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો.જેના કારણે સ્થળ પર દોડી આવેલા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસ જીપ પર ચઢીને શાંતિ અને કુનેહ પૂર્વક પરપ્રાંતિય શ્રમિકોને સમજાવી તેમને જલ્દી તેમના વતન મોકલી આપવા જણાવ્યું હતું. એસપીની વાત માનીને પરપ્રાંતીય શ્રમિકો શાંત પડયા હતા. ઉત્તરપ્રદેશ અને બિહારન શ્રમિકોનું ટંકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
જંબુસર : લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયો વતન જવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વાંસેટા ઓએનજીસીના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા ઉત્તરપ્રદેશ -બિહારના 18 શ્રમિકોઅે મહિલા મોરચાના પ્રમુખ અને તાલુકા અગ્રણી પારુલબેન પરમારનો સંપર્ક સાધ્યો હતો. તેમણે શ્રમિકોને જમવા અને પોતાના માદરે વતન જવાની વ્યવસ્થાના ભાગરૂપે સરકારની ગાઇડલાઇન મુજબ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વાંસેટાથી ટંકારી મેડિકલ ચેકઅપ કરાવવા લઈ આવ્યા હતા. જ્યાં શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
હવે તો વહેલા ઘરે પહોંચવું છે, નહીં તો અમને કઇ થઇ જશે
બિહાર જવા ઇચ્છુક લોકોની વ્યવસ્થા નહીં થતાં તેમણે ગુરૂવારે જિલ્લાના વિવિધ સ્થળો પર હલ્લાબોલ કર્યો હતો. દેરોલના શ્રમિકોએ વિલાયત ચોકડી પર ચક્કાજામ કર્યો હતો. કંથારિયા અને દયાદરા સહિતના લોકો હજુ પણ તંત્ર તરફથી વતન જવા માટેના કોલની રાહ જોઇને બેઠા છે. પાલેજમાં પરપ્રાંતિયોને ખાવા માટે વલખા મારવા પડે છે.
ભરૂચથી વધુ 1630 શ્રમિકોને ટ્રેનમાં દેવરિયા રવાના કરાયા
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા પ્રરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા યથાર્થ પ્રયત્નો કરાઈ રહ્યા છે.ગુરૂવાર બપોરે 9 મી સ્પેશિયલ ટ્રેનમાં દેવરિયા ( યુ.પી) ખાતે સર્વે કરેલા 1630 પરપ્રાંતીયોને બપોરના 1 વાગે રવાના કરવામાં આવ્યા હતા.તમામનું હેલ્થ સ્ક્રિનિંગ અને કરીને એસટી બસ મારફતે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે લાવી નાસ્તા પાણીની વ્યસવ્થા કરીને સોશિયલ ડીસ્ટન્ટ સાથે ટ્રેનમાં બેસાડી વતન રવાના કરાયા હતા.
દેરોલ : ટિકિટના રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વતન જવાની વ્યવસ્થા પ્રશાસને ન કરતા શ્રમિકો વિફર્યા હતા. દેરોલ ગામ પાસે વિલાયત ચોકડી પર શ્રમિકોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે આવીને તેમની સાથે વાત ચીત કરી હતી.
કંથારીયા : વતન ક્યારે જવાના છે તેનું કોઈ અપડેટ પ્રશાસન દ્વારા ન અપાતા કંથારીયા ગામ પરપ્રાંતિયો ગ્રામ પંચાયતે જવા નીકળ્યાં હતા. પરપ્રાંતિયોને જવાબ આપવામાં સરપંચ સહિતના પંચાયતના અધિકારીઓની હાલત ખરાબ છે.
પાલેજ : અનાજ કરિયાણું પણ પૂરું થઇ ગયું છે ખાવા-પીવાની ચીજો વસ્તુઓ મળશે કે નહીં તે પણ નક્કી નથી. વધેલા ઘટેલા રૂપિયા અમે ટિકિટ લેવા આપી દીધા. વતન જલ્દી પહોંચવું છે નહીં તો અમને અહીંયા જ કશું થઈ જશે.
દયાદરા : કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે તો કલેક્ટર કચેરીમાંથી જ આવ્યો હશે તેવો અનુભવ થાય છે. અમે ઓફિસમાંથી ફોન અવશેની રાહ જોઇને બેઠા છે. સરકાર અમને વતન પહોંચાડવાની વ્યવસ્થા જલ્દી કરે તો સારું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.