તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ભરૂચ પાલિકાએ 1500 ફેરિયાને હેલ્થ કાર્ડ આપ્યા, હેલ્થકાર્ડ વિના ફેરિયા પાસે ખરીદી ન કરવી: સીઓ

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ પાલિકાએ ત્રણ દિવસથી લારીઓ લઈને ફરતા શાકભાજી,ફ્રૂટ અને પથારા પાથરીને બેસતા અંદાજિત 1500 ફેરિયાનું સ્ક્રિનિંગ કરીને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડનું વિતરણ કરાઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં ધંધો કરતા ફેરિયાઓના ગાળામાં ફરજીયાત હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ અને મોઢા પર માસ્ક જોવા મળ્યા હતા.

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં શાકભાજી,ફ્રૂટ અને પથારા પાથરીને ધંધો 1500 ફેરિયાઓને સર્વે કરીને સોમવારથી બુધવાર સુધી અલગ અલગ સ્થળોએ સોશિયલ ડીસ્ટન્ટ રાખીને ફેરિયાઓને રજીસ્ટ્રેશન કરીને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.ત્યારે શહેરના શક્તિનાથ વિસ્તારમાં શાક માર્કેટ અને રોડ પર ઉભા રહેતા લારી ધારકો અને ફેરિયાઓના ગાળામાં હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ અને મોઢા પર માસ્ક પહેરેલા જોવા મળી રહ્યાં છે.જયારે પાલિકાના ચિફ ઓફિસર સંજય સોનીએ પણ શહેરીજનોને હેલ્થ કાર્ડ વગરના ફેરિયા પાસેથી કઈ પણ વસ્તુ નહીં ખરીદવી માટે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો