તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગ્રામ્ય વિસ્તારમાં પાણી ન જતું હોય ત્યાં તત્કાળ વ્યવસ્થા કરો, બેઠકમાં કલેક્ટરની તાકીદ

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાણી સમિતિની બેઠકમાં કલેક્ટરની તાકીદ

જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે ઉનાળો પણ ચાલુ થઈ ગયો છે. ઉનાળામાં પાણીની તાતી જરૂરિયાત રહે છે. જેમાં પીવાનું હોય કે સિંચાઈનું. તેને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિકતાના ધોરણે મહત્ત્વ અપાઈ રહ્યું છે. જિલ્લાના છેવાડાના લોકોને પાણી પહોંચાડવું જરૂરી હોય ગુરૂવારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના ગામડાઓમાં પાણી પહોંચાડતી મશીનરી, હેન્ડપંપ અને અન્ય મશીનરી સારી સ્થિતિમાં હોવા જોઇએ.વધુમાં કહ્યું કે, જે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ન પહોંચતુ હોય ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીને પાણી પહોંચાડવું જોઈએ.જે જગ્યાએ અથવા ગ્રામ્ય વિસ્તારમાં મશીનરી ખરીદી કરવાની જરૂર હોય ત્યાં હેન્ડપંપ ખરીદવાની વ્યવસ્થા કરવી જોઈએ.ગ્રામ્ય વિસ્તારમાંથી પાણીની ફરીયાદ આવતા તેને તાકીદે ઉકેલ લાવવો જોઈએ અને ગ્રામજનો માટે સંતોષકારક કામગીરી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો