તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વડદલા ખાતે સોશિયલ ડિસ્ટન્સ વગર છૂટક શાક વેચાણ કરતા વેચતા 5ની ધરપકડ

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • APMCમાં બેસી છૂટક વેચાણ કરતા હતા

ભરૂચ શહેરના મહંમદપુરા ખાતે આવેલી એપીએમસીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યાં હોઇ વડદલા ખાતે ખસેડવામાં આવી હતી. દરમિયાનમાં એપીએમસી ખાતે આજે સવારે સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ કરતાં પાંચ જેેટલાં શાકભાજીના પથારાવાળા સામે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવા સંદર્ભમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતો. તે વેેળાં વડદલા ખાતે આવેલી એપીએમસી ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સનું ચેકિંગ કરતાં એપીએમસીની ખુલ્લી જગ્યામાં પાંચેક જણાં પાથરણાં પાથરીને તેમજ લારી ઉભી રાખીને શાકભાજી તેમજ ફ્રુટનું છુટક વેચાણ શરૂ કરી દીધું હતું. જ્યાં ખરીદી કરવા આવેલાં લોકો દ્વારા શોસિયલ ડિસ્ટન્સની જાળવણી પણ કરવામાં આવી રહી ન હતી. જેના પગલે સી ડિવિઝન પોલીસે પાંચેય છુટક શાકભાજી વેપારીઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો