તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ભરૂચના 400 પરપ્રાંતિયોએ તાપમાં બેસી વતન જવા રજિસ્ટ્રેશન કરાવ્યું

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાંથી અત્યાર સુધી 5 ટ્રેન મારફતે 6 હજાર પરપ્રાંતિયોને વતન મોકલાયા
 • પંડિત ઓમકારનાથ કલા ભવન ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નોંધણી કરાઇ

ભરૂચ પાલિકાએ શહેરી વિસ્તારના 400 શ્રમિકોને તેમના માદરે વતન મોકલવા નામ નોંધણી કરી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પંડિત ઓમકારનાથ હોલ ખાતે પાલિકા દ્વારા નોંધણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સોમવારે નોંધણી માટે આવેલા પરપ્રાંતિયોએ ભરતડકામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  ભરૂચ જિલ્લામાંથી 6 હજાર જેટલા લોકો ટ્રેનમાં વતન ગયા બાદ શહેરમાં કામ કરતા શ્રમજીવીઓ માટે સોમવારે પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે નોંધણીની વ્યવસ્થા કરાઇ હતી. વહેલી સવારથી જ પરપ્રાંતિયો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

વહેલી તકે વ્યવસ્થા થાય તો ઘરે પહોંચી શકીએ
પાલિકાના કર્મચારીઓએ રવિવાર બાદ સોમવારે પણ 400 શ્રમજીવીઓનું રજિસ્ટ્રેશન કરીને તેમને ટ્રેનમાં જવાના દિવસ કોઈ તકલીફ નહીં પડે તે માટે હેલ્થ સ્ક્રીનીંગ કરીને તેમની નોંધણી કરવામાં આવી હતી. શહેર આસપાસના શ્રમજીવીઓ રજિસ્ટ્રેશન કરાવવા ઉમટી પડ્યા હતાં. ત્યાર બાદ પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ તાત્કાલિક પાલિકાના સ્ટાફને બેસાડી હાજર રહેલા શ્રમજીવીઓના નામ અને નંબર લખીને જવા દીધા હતા.બિહારના ગોપાલ મુન્નારાય બિશ્નોઇએ જણાવ્યું કે,હું પાણીપુરીની લારી ચલાવી રોજગારી મેળવતો હતો. લોકડાઉનમાં ધંધો બંધ છે. હું બિહારનો વતની છું. થોડા દિવસ જેટલું રાશન હતું તેમાંથી ચલાવ્યું પણ હવે અહીં રહેવા પૈસા પણ ખૂટી ગયા છે. હવે તો ઘરની યાદ આવે છે એટલે કંઈપણ કરીને ઘરે જવું છે. અમે આજે નોંધણી કરાવવા આવ્યા છીએ. વહેલી તકે વ્યવસ્થા થાય તો ઘરે પહોંચી શકીએ. 

 5 કલાક બાદ જવાબ ના મળતા શ્રમિકોમાં આક્રોશ 
અંકલેશ્વર નોટીફાઈડ કચેરી પર સવારે 6 વાગ્યાથી લાઈન લગાવી ઉભેલા શ્રમિકોને 11 વાગ્યે એઆઇએ કચેરી તરફથી ના જવાબ મળતા જ શ્રમિકો આક્રોશ ફેલાયો હતો. ભરકોદ્રા પંચાયતમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. ટિકિટ ટોકન મેળવા ટોળામાં સર સમાન સાથે શ્રમિકો જોવા મળ્યા હતા.  
ભાડાના રૂ. 700 આપ્યા બાદ પણ ટિકિટ ન આવી
આમોદમાં પાણીપુરી,ટાઇલ્સ ફિટિંગ સહિત છૂટક કામ કરતા યુપીના 53 તથા બિહારના 30 લોકોએ પોતાના વતન જવા માટે રૂા. 700 લેખે આમોદ પાલિકામાં ભાડા પેટે જમા કરાવ્યા હતા. જેને એક સપ્તાહ થવા છતાં તેમને વતન જવા માટે ટિકિટ નહીં મળતાં સોમવારે તેઓ મામલતદાર કચેરીએ એકઠા થઇ રોષ ઠાલવ્યો હતો.
અંકલેશ્વરથી 1277 શ્રમિકોને લઇ ટ્રેન બિહાર ગઇ
અંકલેશ્વરથી બિહારના કતિહાર ખાતે 1277 શ્રમિક પરિવાર લઇ ટ્રેન રવાના થઇ હતી. રોજી-રીટી નથી કંપનીએ પગાર નહીં આપી હાથ ઉંચા કરતા હવે ઘરે નીકળ્યા છે. ઘરે જવા મજુબર છીએ હવે રૂપિયા પણ પૂરા થયા છે તેવો શ્રમિકોએ ટ્રેનમાં બેસતી વેળા આક્રોશ ઠાલવ્યો હતો. ટ્રેનમાં 1277 પર પ્રાંતીય પૈકી અંકલેશ્વરના 742 શ્રમિકો, હાંસોટના 260 અને ઝઘડિયાના 275 શ્રમિકોનો સમાવેશ થતો હતો. તંત્રે ભોજન અને પાણીની વ્યવસ્થા પણ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો