તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ત્રિપલ વાહન અકસ્માતમાં રાજસ્થાનના પરિવારનો બચાવ, અંકલેશ્વરમાં ટ્રકે જીપને અડફેટે લઇ બીજી ટ્રકને ટક્કર મારી

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વરની જીએમ દેસાઈ પેટ્રોલપંપ ચોકડી પાસે ત્રિપલ વાહન અકસ્માતમાં રાજસ્થાની પરિવારનો આબાદ બચાવ થયો હતો.લોકડાઉન દરમિયાન મુંબઈ થઇ પરિવાર રાજસ્થાન જઈ રહ્યો હતો. ટ્રક-કન્ટેનર અને જીપ વચ્ચે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો. પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ થયો હતો.

મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈ રહેતા યુવરાજ બેરડ મુંબઈથી રાજસ્થાન ભીલવાડા પરત વતન જવા જીપ લઇ નીકળ્યાં હતા. તેઓ અંકલેશ્વર હાઇવે પર જીએમ દેસાઈ પેટ્રોલ પંપ- યુપીએલ ચોકડી પાસે પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન કન્ટેનર ચાલકે તેમની જીપને અડફેટે લીધી હતી અને સાથે અન્ય ટ્રકને પણ ટક્કર મારતા એક સાથે 3 વાહનો વચ્ચે અકસમાત થયો હતો.

જેમાં જીપમાં બેસેલા યુવરાજ બરડ અને પરિવારના એક બાળક તેમજ 3 મહિલા સહીત 5 લોકોનો બચાવ થયો હતો.જ્યારે અકસ્માત સર્જનાર કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે હળવો ટ્રાફિક જામ થયો હતો.શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો