તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:PMનું પેકેજ ભરૂચ જિલ્લાના 3000 ઉદ્યોગો માટે પ્રાણવાયુ સ્વનિર્ભરતા માટે રો-મટિરીયલ બનાવવા કંપનીઓના રિસર્ચ

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન સાથે નવા રસ્તા ખુલશે, લઘુ ઉદ્યોગો ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિનું મંતવ્ય
 • ફાર્મા અને કેમિકલની ડિમાન્ડ વધતા ચીને ભાવ વધાર્યા બાદ સપ્લાય સમયસર નહીં કરાતી હોવાનો ઉદ્યોગકારોનો બળાપો
 • સરકારને કેમિકલ ઉદ્યોગોની પ્રક્રિયા હળવી કરવા માટે એકસૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા પેકેજથી ઉદ્યોગો શ્રમિકો અને મધ્યવર્ગીય પરિવાર માટે બુસ્ટર સમાન હોવાનો મત લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિએ વ્યક્ત કર્યો હતો. લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન સાથે નવા રસ્તા ખુલશે. ભરૂચ જિલ્લાના 6500 પૈકી 3000 થી વધુ લઘુ ઉદ્યોગો માટે પ્રાણવાયુ સમાન બુસ્ટર હોવાનો મત ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. સ્વનિર્ભરતા માટે સ્થાનિક ઉદ્યોગોએ રો-મટિરિયલ બનાવવા રિસર્ચ પણ શરૂ કર્યા હોવાનું એઆઇએના પ્રમુખ મહેશ પટેેલે જણાવ્યું છે.

લઘુ ઉદ્યોગો ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિને જણાવ્યું હતું કે ઉદ્યોગો અને શ્રમિકો માટે લોકડાઉન દરમિયાન સર્જાયેલી વિવિધ સમસ્યા, રો મટીરીયલ સંબંધિત પ્રશ્નો તેમજ એમ.એસ.એમ.ઈ અને નાં ઉદ્યોગો સ્થિતિ અંગે રજુઆત કરી હતી જે બાદ મંગળવારે આવેલા પેકેજને લઇ ઉદ્યોગો અને શ્રમિકો, તેમજ મધ્યમવર્ગીય અને તમામ વર્ગના લોકો માટે રાહતના સમાચાર બન્યા છે. ઉદ્યોગો માટે આગામી દિવસો નીતિ સ્પષ્ટ થશે પણ એ વાત ચોક્કસ છે કે આ પેકેજ થી ઉદ્યોગોમાં નવો જોશ અને લોકલ પ્રોડક્ટ અને સૌથી વધુ પ્રોત્સાહન મળશે.બીજી તરફ ચીનની નિર્ભરતા ઓછી કરવા હવે એ.પી.આઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રીડિએન્ટ્સ અને ઇન્ટરમિડિયેટ્સના રો મટીરીયલ બનાવા માટે રસ્તો મોકળો બન્યો છે. જેના ભાગરૂપે ફાર્મા અને કેમિકલમાં ચીનને ટક્કર આપવા માટે સ્થાનિક ઉદ્યોગોએ એચ એસિડ સહિતના કેમકિલ બનાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત અન્ય રો-મટિરીયલના પણ રિસર્ચ થઇ રહ્યા છે.
જિલ્લામાં કાર્યરત ઉદ્યોગોને ફરી બેઠા થવાનો માર્ગ મોકળો બન્યો
પી.એમએ આત્મનિર્ભર ભારત હેઠળ 20 લાખ કરોડના પેકેજમાં તમામ વર્ગને સમાવાની જાહેરાત કરી છે. જેમાં હાલ લોક ડાઉનમાં મરણ પથારી પર આવેલ નાના ઉદ્યોગો માટે ફરી બેઠા થઇ ઉદ્યોગો ધમધમતા કરવાનો માર્ગ મોકળો બન્યો છે. ભરૂચ જિલ્લા 12 હજારથી વધુ ઉદ્યોગો સરકારી ચોપડે નોંધાયેલા છે. જે પૈકી 6500 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. લોકડાઉન દરમિયાન 3700 જેટલા ઉદ્યોગો ધમધમતા થયા છે. જે પૈકી જિલ્લા 500 થી વધુ મોટા ઉદ્યોગો અને 3200 જેટલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો કાર્યરત છે. 
ચીનની આડોડાઈ વચ્ચે ઉદ્યોગોએ કેમિકલ બનાવ્યું 
ચીને ફાર્મા સહીતના ઉદ્યોગોમાં આવતા રો-મટીરીયલની ડીલેવરી મોડી કરવા ઉપરાંત ભાવ ઉપર નીચે કરતા સ્થાનિક ઉદ્યોગોએ જ આ રો મટિરિયલ બનાવવા રિસર્ચ શરૂ કર્યા છે.  અંદાજે 150 ઉદ્યોગો એચ. એસિડ બનાવતા થયા છે.  પીએમના મંત્રથી  અન્ય રો મટીરીયલ ઉત્પાદન કરવા નવો માર્ગ ખુલ્યો છે. > મહેશ પટેલ, પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ
સરકારે બંધ કરેલી પ્રોડક્ટ પર ધ્યાન આપવું જોઇએ
તક અને ચેલેન્જ બંને છે . ફાર્મા અને કેમિકલ ચીન ઉપર આધારિત છે આપણે ગુજરાતી વેપારી છે ચીન ઓછું નથી ડિમાન્ડ વધી એટલે ભાવ વધ્યા અને ઇન્ડિયા આગળ આવ્યું તો સપ્લાયમાં રડાવે છે સરકારે ભારતમાં બનતી હતી એ પ્રોડક્ટ કેમ બંધ કરી એ ઉપર સરકારે ધ્યાન આપુવું જોઈએ. > હરીશ જોશી, સેક્રેટરી અને કોર્પોરેટ અધિકારી, વિલાયત ઉદ્યોગ મંડળ
સરકારે કેમિકલ ઉદ્યોગો પ્રક્રિયા હળવી કરવી પડે
ફાર્મા અને એપીઆઈ ડ્રગ્સમાં ચીનનો દબદબો છે, ચીન ઇન્ટર મિડિયેટ્સનો પણ મોટો સપ્લાયર છે, ચીન જે નિકાસ કરે છે એના ભાવમાં વધારો કર્યો છે . આપણે સહન કરવું પડે છે, તેનો ઉપાય સરકાર તાત્કાલિક ક્લિયરન્સ આપે, ભારતે સ્ટ્રોંગ થવું હોય તો કેમિકલ ઉદ્યોગો માટે પ્રક્રિયા હળવી કરવી પડશે. પ્રવીણ તેરૈયા. - પ્રવક્તા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો