તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:અંકલેશ્વરમાં 258, ભરૂચમાં 500 શાકભાજીવાળાને હેલ્થ કાર્ડ અપાયા, શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનિંગ કરાયું

અંકલેશ્વર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજા દિવસે પણ શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનિંગ કરાયું

અંકલેશ્વર બીજા દિવસે વધુ 258 શાકભાજી વિક્રેતાઓ હેલ્થ કાર્ડ ઈશ્યૂ કરાયા હતા.2 દિવસમાં 536 શાકભાજી વિક્રેતાઓ હેલ્થ કાર્ડ આપ્યા હતા. આરોગ્ય દ્વારા આરોગ્ય ચેકિંગ સાથે શાકભાજી વેચતા વિક્રેતાના કોરોના લક્ષણો બાબતે પણ ચકાસણી કરવામાં આવી રહી છે. દિવસમાં એકપણ અનફિટ શાકભાજી વિક્રેતા સામે આવ્યો નથી. જ્યારે ભરૂચમાં બીજા દિવસે  500 શાકભાજી વિક્રેતાઓનું  સ્ક્રીનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ ઈસ્યૂ કરવામાં આવ્યા હતા.અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસ થી શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. બીજા દિવસે ગોયાબાજર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 95 તેમજ જીનવાલા મિશન કમ્પાઉન્ડ ખાતે 163 શાકભાજી વિક્રેતાઓનું આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો. 

જો કે 2 દિવસમાં સામાન્ય બીમારીના લક્ષણ સિવાય કોઈ જ દર્દી સામે આવ્યા ના હતા અને અત્યાર સુધી એકપણ વ્યક્તિ સંપૂર્ણ અનફિટ શાકભાજી વિક્રેતા સામે આવ્યો નથી. અંતિમ દિવસે ચૌટા બજાર શાકમાર્કેટ, ભરૂચીનાકા-દિવા રોડ અને એશિયાડનગરના હંગામી શાક-માર્કેટમાં સ્થળ પર આરોગ્ય સર્વે બુધવારના રોજ યોજાશે.જ્યારે ભરૂચમાં બીજા દિવસે  500 શાકભાજી વિક્રેતાઓનું  સ્ક્રીનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ ઈસ્યૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો