તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર હાઇવ પર કાપોદ્રા ગામની સીમમા આવેલી ઓસ્કાર હોટલ, ઓસ્કાર ગિફ્ટ પાનકોર્નર ખાતે 6 મેના રોજ 2 ઈસમોએ તેઓ કલેક્ટર કચેરીમાંથી આવ્યા છે અને ચેકિંગ કરવાનનું જણાવી વિમલ અને ગુટખા સહીત જથ્થો શોધી કાઢ્યો હતો. જેમની પાછળ એક મહિલા સહીત 2 ઈસમો પણ પત્રકાર હોવાનું જણાવી શુટીંગ કર્યું હતું.હોટલ સંચાલક આબીદ કડીવાલા દોડી આવ્યા હતા અને અને કેશ નહિ કરવા તેમજ મામલો પતાવવા અંગે વાત કરતા અને આ ગેંગના અરવિંદ નામના ઈસમે 3 થી 4 લાખનો દંડ થશે તેવી કેફિયત રજુ કર્યા બાદ મામલો 1 લાખમાં સેટલ કર્યો હતો અને 1 લાખ તેમજ ગુટખા સહીત માલ સમાન મલી રૂા. 70 હજાર ગાડીમાં લઇ ફરાર થઇ ગયા હતા. તાલુકા પોલીસે મથક વસીમ માકણજીયા ફરિયાદ નોંધાવી સીસીટીવી ફૂટેજના આધારે ટીવી ટાઈમ્સ ન્યુઝ ચેનલના પત્રકાર તથા ટોળકીને ઝડપી 4ની ધરપકડ કરી હતી તેમજ હજી મહિલા પત્રકારને વોન્ટેડ જાહેર કરી છે.
પત્રકારત્વ-રાજકીય સંર્પકની આશંકા
ગેંગના સભ્યો કેટલાક પત્રકારત્વ સાથે જોડાયેલા લોકોના પણ સંપર્કમાં હતા જેને લઇ તેવોમાં પણ ફફડાટ ફેલાયો છે. ગેંગની મહિલા પત્રકાર પહેલા રાજકીય પક્ષમાં હતી. પક્ષ પલટો કરી હાલમાં જ નવા સ્થાપયેલ પક્ષમાં પણ જોડાય છે.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ
પોલીસે સુનિલ રામચંદ્ર જયસ્વાલ, અરવિંદ ઉર્ફે વિજય પરમાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌહાણ આકાશસિંગ, સંજયસિંગને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે મહિલા પત્રકારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ટીમો રવાના થઇ હતી
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.