તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર:ભરૂચના બંને બ્રિજ પરથી કાર અને બાઇકને પાછા વાળ્યાં, પગપાળા જતાં લોકોને પોલીસે અટકાવ્યાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 કલાક પહેલા જે મુલદ ટોલનાકુ વાહનો અને પગપાળા શ્રમિકોથી ધમધમતું હતું તેના પર સોમવારે  સન્નાટો છવાયો હતો. - Divya Bhaskar
24 કલાક પહેલા જે મુલદ ટોલનાકુ વાહનો અને પગપાળા શ્રમિકોથી ધમધમતું હતું તેના પર સોમવારે સન્નાટો છવાયો હતો.
  • હાઇવે હવે સાયલન્ટ ઝોન
  • અંકલેશ્વરમાં 240 હિજરતીઓને સ્કૂલ, ખરોડ B.Ed.કોલેજમાં‘લોકડાઉન’ કર્યા
  • નેશનલ હાઇવે પર પહોંચેલા લોકોને મોડી રાતે જ વાહનોમાં રવાના કરી દીધા

ભરૂચઃ કોરોના વાઇરસની ચેઇન તોડવા કરાયેલા લોકડાઉનના છઠ્ઠા દિવસે ભરૂચ નેશનલ હાઇવે પર સન્નટો હતો. 5 દિવસમાં કાર, બાઇક, ટેમ્પો અને પગપાળા હજારો લોકો હિજરત કરી વતન તરફ જતાં મુલદ ટોલનાકા પર ભારે ચહલપહલ દેખાતી હતી. કેબલ સ્ટેઇડ અને ગોલ્ડન બ્રિજ સીલ કર્યા બાદ સોમવારે પગપાળા હિજરત બંધ થતાં ભરૂચ હાઇવે સૂમસામ હતો જ્યારે દક્ષિણ ગુજરાત તરફથી આવતાં 240 જેટલા પગપાળા હિજરતીઓને અંકલેશ્વરની ખરોડ સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં રાખી દેવાયા છે. આગામી આદેશ નહીં થાય ત્યાં સુધી તેમના રહેવા, જમવા સહિતની  વ્યવસ્થા તંત્રે કરી દીધી છે.
તંત્રે વાહનોની વ્યવસ્થા કરી
કોરોનાના પગલે લોકડાઉન જાહેર થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાત તરફથી લોકોની વતન તરફ હિજરત શરૂ થઇ હતી. હજારોની સંખ્યામાં કાર અને બાઇક પર લોકો ભરૂચ હાઇવે પરથી પસાર થયા હતાં. ત્રીજા દિવસથી પગપાળા લોકો મોટી સંખ્યામાં દેખાયા હતા. તંત્રે તેમના માટે વાહનોની વ્યવસ્થા કરી હતી.ત્યારબાદ કેબલ સ્ટેઇડ અને ગોલ્ડન બ્રિજ વાહનો માટે સીલ કરી દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનોને પરત મોકલ્યા હતાં. રવિવારે બપોર બાદ પગપાળા લોકો આવતાં તંત્ર ચિંમાં મૂકાઇ ગયું હતું. તેમની વ્યવસ્થા કર્યા બાદ સોમવારે દક્ષિણ ગુજરાત તરફથી આવતાં 240 લોકોને અટકાવી ખરોડની સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. જોકે, ભરૂચ મુલદ ટોલનાકા તરફ કોઇને આગળ વધવા ન દેતાં સમગ્ર હાઇવે સૂમસામ દેખાતો હતો.

સ્કૂલ-કોલેજ કેમ્પસ બહાર જ પોલીસ ગોઠવી : બીજા આદેશ બાદ આગળની કાર્યવાહી
અંકલેશ્વરઃ નેશનલ હાઇવે પર સુરત તરફ થી આવતા 240 લોકોને તંત્રને ખરોડ ખાતે લોક ડાઉન કર્યા છે. દિલ્હી પબ્લિક સ્કૂલ અને ખરોડ બી.એડ કોલેજ ખાતે 240 થી વધુ લોકો માટે જમવા અને રહેવાની સગવડ કરવામાં આવી હતી. તંત્રના બીજા આદેશ ના મળે ત્યાં સુધી ત્યાંજ રાખવા તંત્રએ આયોજન કર્યું છે. સોમવારે સવારથી તાલુકા પોલીસે હાઇવે પર આવતા લોકો અટકાવ્યા હતા અને તેમને બધાને ખરોડ પબ્લિક સ્કૂલ તેમજ બી.એડ.કોલેજ કેમ્પસ ખાતે લઇ આવ્યા હતા. જેમને ત્યાં જમવા તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ અધિકારી હાર્દિક ચૌધરીની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વડે લોકો કેમ્પસમાં જ રાખવામાં આવ્યા છે. અને તેમને જ્યા સુધી બીજો આદેશ ના આવે ત્યાં સુધી તેમને ત્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસે લોકોને વાહનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેવી રીતે મોકલ્યાં
21 દિવસ સુધી પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરવામાં અસક્ષમ મજૂર વર્ગ વતન તરફની યાત્રા શરૂ કરી દીધી હતી. હજારોની સંખ્યામાં પગપાળા જતા લોકોને જોઇને પોલીસ પણ ચોકી ગઇ હતી. જોકે તેમણે કાયદા અમલ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રખાવી લોકોની મદદ કરી હતી. કેટલાક દિવ્યાંગો અને વૃધ્ધોને વતન જવા માટેની વ્યવસ્થા પણ કરાવી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...