તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:અંકલેશ્વર GILના કોન્ટ્રાક્ટના કામદોરોનો પગાર મુદ્દે હંગામો, કામદારો સાથે ચર્ચા કરતા મામલે થાળે પડ્યો

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દહેજ, ઝઘડિયા બાદ હવે અંકલેશ્વરમાં પણ કામદારો કંપની સામે બાયો ચઢાવી હોવાનો મામલો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં જીઆઈએલ કંપની બહાર મંગળવારે સવારે કંપની ગેટ પર કોન્ટ્રકટના કામદારો એકત્ર થઇ ગયા હતા અને પગારના મુદ્દે હંગામો મચાવ્યો હતો. આ અંગે જીઆઇડીસી પોલીસને જાણ થતા કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કંપની મેનેજમેન્ટ જોડે વાત ચીત કરાવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. કંપની કામદારો પગાર કાપ્યો હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. જો કે કંપની મેનેજમેન્ટમાં એચ.આર મેનેજર મહેશ પટેલ જોડે વાતચીત કરતા જણાવ્યું હતું કે કામદારો કામ સ્થળ પર હાજર ના હોય તેવાના જ પગાર કાપ્યા છે. 50 % કામદાર સાથે કામ કરી રહ્યા છે. જે વચ્ચે જે કામદારો હાજર હોય તેમની હાજરી મુજબ પગાર ચૂકવાયો છે. આ કામદારો લોક ડાઉન દરમિયાનનો પણ પગાર મળ્યો નથી તેમજ રાસન કીટ ન અપાઇ હોવાની ફરિયાદ કરી હતી. અમને પગાર આપો તેમજ રાસન કીટ આપવાની માગ કરી હતી. જો વાતચીત બાદ કંપની મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે સંધિ થતા મામલો થાળે પડ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો