કોરોના ઇફેક્ટ:ઉદ્યોગોના શટડાઉન વચ્ચે જિલ્લામાં હવા શુદ્ધ થઇ

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • GPCBના મોનિટરિંગમાં આંકડાકીય વિગતો મળી
  • સૌથી વધુ પીએમ પાર્ટિકલનુ પ્રમાણ ઓછુ થયુ

અંકલેશ્વરઃ લોક ડાઉન અને ઉદ્યોગોના શટડાઉન વચ્ચે અંકલેશ્વરની હવા શુદ્ધ બની જોવાનું જોવા મળી રહ્યું છે. સૌથી વધુ પી એમ પાર્ટિકલનુ પ્રમાણ ઓછુ થયુ છે. અસ્થમા દર્દીને પણ માફક આવે તેવા વાતાવરણની આબોહવા જોવા મળી રહી છે. અંકલેશ્વર શહેર તેમજ આજુબાજુ વિસ્તાર જીપીસીબી તેમજ સીપીસીબી દ્વારા કરવામાં આવી રહેલ એર મોનિટરીમાં લોક ડાઉન પહેલા અને લોક ડાઉન પછીના આંકડામાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરી પી.એમ.2.5 અને પી.એમ. 10 ની માત્રમાં અત્યંત ધટાડો જોવા મળી રહ્યો છે. એટલુંજ નહિ એન.ઓ.2, એન.એચ.2 અને એસ.એચ.2 માં પણ ધટાડો થયો છે. હવા માં રહેલ ડસ્ટ પાર્ટિકલમાં ધટાડો થતા અસ્થમાના દર્દીઓ પણ હવા લઇ શકે તેવી હવા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...