તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં સુરતથી જંબુસર તાલુકાના વડ, વાલિયાના રૂપનગરમાં રહેતા 3 એસઆરપી જવાનો અને આમોદ ખાતે રહેતા 79 વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય અને વહીવટી તંત્ર ફરી સતર્ક બની ગયું છે.જયારે જિલ્લામાં બુધવારના રોજ કોરોનાનો એક પણ નવો કેસ નહીં પોઝિટિવનો આંકડો 32 પર જ સ્થિર રહ્યો છે.
ભરૂચ શહેર જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર પુનઃ સામે આવતા આરોગ્ય અને વહીવટી તંત્ર દોડતું થયું છે. જોકે બે દિવસમાં 4 નવા કોરોનાના કેસ સામે આવ્યા બાદ બુધવારના રોજ એક પણ નવો કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો નથી. જેના પગલે જિલ્લાનો આંક હજી 32 પર યથાવત રહ્યો છે.જિલ્લામાં 13 મેના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં કોરોના વાઇરસના શંકાસ્પદ 34 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસના વિસ્તારમાં તાબા હેઠળના કર્મચારીઓની સર્વેલન્સની કામગીરી ચાલુ છે.
પૈકી 278 ટીમ દ્વારા 98,358 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યો છે. જેમાંથી 135 વ્યક્તિઓ ફેસીલીટી કોરોન્ટાઈન હેઠળ રખાયા છે. જિલ્લાના 5 વ્યક્તિ સારવાર હેઠળ છે તે વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 79 વર્ષીય વૃધ્ધ વેંટીલેટર અને ક્રીટીકલ હાલતમાં સારવાર લઇ રહ્યાં છે.બીજી તરફ નર્મદા જિલ્લાના માહિતી નિયામકને કોરોના પોઝિટવ આવતા જિલ્લાના અધિકારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આમોદના પોઝિટિવ નિવૃત શિક્ષકના મોતનો ફેક મેસેજ વાઇરલ થતાં પરિવારજનો ચિંતિત
આમોદના નિવૃત શિક્ષક કર્મીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના મોતના સમાચાર સોશિયલ મિડિયામાં વહેતા થતાં પરિવારના સભ્યો પર જાણે આભ તૂટી પડ્યું હતું. તો ભારોભાર રોષ પણ જોવા મળ્યો હતો. કેટલાક રાજકીય આગેવાનોએ તો શોશિયલ મીડિયા પર શ્રઘ્ઘાંજલી પણ આપવા લાગતા આખરે તેમના પુત્રએ ફેસબુક પર પોતાનો વીડિયો શેર કરી સમગ્ર બાબતની સ્પષ્ટતા કરી હતી.બીજી બાજુ વિસ્તારમાં જ રહેતા 26 હોમ ગાર્ડને દિવસની ડ્યુટીમાં ના પાડી દઇ રાત્રીની ફરજ સોંપાઇ હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.