ભવ્ય વિજય:પેલાડબુહારી સહકારી મંડળીની‎ ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય‎

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેલાડબુહારી સેવા સહકારી મંડળી લિ.ની વ્યવસ્થાપક સમિતિની  ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો હતો. - Divya Bhaskar
પેલાડબુહારી સેવા સહકારી મંડળી લિ.ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો હતો.
  • ભરત પટેલ અને પ્રશાંત પટેલ મામા ભાણેજની વચ્ચે ટક્કર, રિકાઉન્ટિગ થયું થતાં ભરત પટેલનો વિજય થયો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાની સહકારી ક્ષેત્રમાં સૌથી અગ્રીમ પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતી પેલાડબુહારી વિરપોર જુથ સેવા સહકારી મંડળી લિની ચુુંટણીમાં પ્રેમાભાઈ પટેલની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. ખેડૂત પેનલના ત્રણ ઉમેદવારો જીત્યા હતા. પરિણામને પગલે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સહકાર પેનલનો વિજય થતાં ખેડુત સભાસદો ઝુમી ઉઠ્યા હતા.

પેલાડબુહારી વિરપોર જુથ સેવા સહકારી મંડળી લિ.ના 15 વ્યયવસ્થાપક બોડૅના સદસ્યો પૈકી એક એસટી બેઠક પર છત્રસિંહભાઈ ચૌધરી સહકાર પેનલના બિનહરીફ થયા હતા.સહકાર પેનલના કણૅધાર પ્રેમાભાઇ પટેલને 358 મત તરૂણ પટેલ 410, ભરત પટેલ 300, કિશોરભાઈ પટેલ 322, વિજય પટેલ 308 ચંપકભાઈ પટેલ 325, રોહિત પટેલ 295 જયેશપટેલ 281ગૌરાંગ પટેલ 300, નિમિષા પટેલ 311, પ્રિતી પટેલ 326 જ્યારે ખેડુત પેનલ અવિનાશ પટેલ 273 અંકિત પટેલ 285 ગમનભાઈ પટેલ 277 મતો મળતા વિજેતા જાહેર થતાં સમથૅકો ઝુમી ઉઠ્યા હતા.

સહકાર પેનલના પ્રેમાભાઇ પટેલે જણાવ્યું કે ખેડુત સભાસદોએ વિશ્વાસ મૂક્યો છે સૌ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંડળીના વિકાસને અગ્રીમતા આપીશું. પેલાડબુહારી સેવા સહકારી મંડળીનું સંચાલન કાસ્ટોડીયન દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

ચુંટણી અધિકારી દ્વારા જનરલ સભા બોલાવીને નવાં વરાયેલા વ્યવસ્થાપકબોડૅને સોંપવામાં આવશે. પેલાડબુહારી સેવા મંડળીની ચુંટણીમાં નાના સીમાંત ખેડૂતો વિભાગમાં ભરત પટેલ પ્રશાંત પટેલ મામા ભાણેજની કાંટાની ટક્કર રહી જેમાં રિકાઉન્ટીગ કરતાં ભરતભાઈ પટેલનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...