સિદ્ધિ:વાલોડના અમીન સુરતીને રાજ્યકક્ષાએ રેસલિંગમાં ગોલ્ડ

માયપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલોડના આશાસ્પદ અને મહેનતુ યુવાન અમીન સુરતીએ રાજ્ય કક્ષાની સિનિયર કુસ્તીમાં નડિયાદ ખાતે રેસલિંગ ફેડરેશન એસોસિયેશન સંચાલિત કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ઓપન કેટેગરીમાં અમીન સુરતીએ 97 કિ.ગ્રા.ની સ્પર્ધામાં કૌવત બતાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અમીન સુરતી વાલોડ ખાતે બાપુ નગરમાં રહે છે, તેના પિતાનું અવસાન થઇ જતાં આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય અને માતા લિજ્જત પાપડ કેન્દ્રમાં પાપડ વણાટનું કામ કરી પુત્રને અભ્યાસ કરાવ્યો હતો.

અમીન સુરતી હાલ સુરત ખાતે જીમ ટ્રેનર તરીકે સેવા આપે છે. અમીન સખ્ત મહેનત અને પરિશ્રમ કરી પોતાની રેસલિંગ અને જુડોની રમતમાં ખૂબ જ ધ્યાન આપે છે, અમીને તા. 31મી જુલાઈના રોજ રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી નડિયાદ ખાતે 97 કિ. ગ્રા. ની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આવનાર 7 મી ઓગષ્ટનાં રોજ અમદાવાદ ખાતે નેશનલ ગેમ ટ્રાયલમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...