લોકોમાં ચર્ચા:વાલોડ તલાટીની આખરે બદલી, આપ તથા લોકોએ આપેલું આવેદન ધ્યાને ન લેવાયું

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતના 18 સભ્યોની તલાટી વિરુદ્ધ ફરિયાદને લઇ બદલી કરાઈ કે કેમ તે અંગે રહસ્ય

વાલોડ તલાટીની બદલી થવાના આગોતરા એંધાણ મળતા તાપી જિલ્લા આમ આદમી પાર્ટી તથા વાલોડ નગરજનો દ્વારા તલાટીની બદલી ન કરવા આવેદન આપવામાં આવ્યું હતું. ગૌચરમાં કામો તથા એડ્વાન્સના કામોના ચૂકવણાં ન કરતાં કેટલાક સ્થાપિત હિત ધરાવતા લોકો તલાટીની બદલી થાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, આખરે 9 માસના કાર્યકાળમાં જ તલાટીની બદલી કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં નાયબ ડીડીઓ દ્વારા જિ. પં. કચેરી હેઠળના તલાટી સંવર્ગમાં ફરજ બજાવતા 55 કર્મચારીની વહીવટી કારણોસર બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં વાલોડના તલાટી જ્યોતિકાબેન દંતાણી 9 માસની સેવા બાદ બુટવાડા બદલી કરવાનો હુકમ કર્યો છે. ​​​​​​​જ્યોતિકાબેન તેમની ફરજ પર હાજર થયા બાદ ચૂંટણીની કામગીરીમાં તથા કેટલાક કારણોસર ચર્ચામાં રહ્યા હતા. બદલી થવાની અટકળો થતાં આમ આદમી પાર્ટી અને વાલોડના નાગરિકો દ્વારા આવેદન આપી બદલી ન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

આવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તલાટી જ્યોતિકાબહેન દંતાણીની વાલોડથી બદલી કરવા ડીડીઓ સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. વાલોડમા એક વર્ષથી તલાટી તરીકે વાલોડ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા હતા. પંચાયતના કામોની વહેંચણી અને નાણાંકીય વ્યવહારમાં દેખરેખ રાખી નાણાકીય દૂરવ્યય તથા ભ્રષ્ટાચાર પર લગામ લગાવી હતી.

તેમના આ અભિગમના લીધે રાજકીય વગ ધરાવતા લોકો પોતાની મનમાની કરી શકતા ન હોય તેઓએ પોતાનો રસ્તો મોકળો કરવા તેમની બદલી માગી હતી. આખરે તલાટીની બદલી થતા આમ આદમી પાર્ટી અને આમ જનતાના આવેદન છતાં બદલી કરવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...