વાલોડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ફરજ બજાવતા કલાર્ક દ્વારા સેવાપોથી અને શાળા છોડ્યાના પ્રમાણ પત્રમાં પોતાની જન્મ તારીખનાં વર્ષમાં 1960ને બદલે 1962 કરી છેક છાક કરી જન્મ તારીખમાં સુધારો કરી સરકારી નોકરીમાં 58 વર્ષને બદલે 60 વર્ષ સુધી નોકરી કરી બે વર્ષ સુધી સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી પગાર મેળવનાર ક્લાર્ક સામે પોલીસ કાર્યવાહી કરાઇ છે .
વાલોડ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ક્લાર્ક એવા અરવિંદાબેન હર્ષદભાઈ ગામીત તા. 31/03/2020 ના રોજ નિવૃત થનાર હોય, જેથી તેઓના પેન્શનના કાગળો તૈયાર કરાઇ રહ્યા હતા. આ દરમિયાન અરવિંદાબેનની સેવાપોથી ચેક કરતા હતા. તેમાં પ્રથમ પાનાના અનુક્રમ નંબર પાંચમાં જન્મ તા.28/07/1962 દર્શાવવામાં આવેલ અને જેમાં 1960 ઉપર ઓવર રાઇટીંગ કરવામાં આવેલ શબ્દોમાં પણ શૂન્યની જગ્યાએ 60 ની જગ્યાએ 62 કરવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ હતું.
જેથી જન્મ તારીખની ખરાઈ કરવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કરનાર ઇસ્યુ કરનાર શાળા તરફથી બોનોફાઇડ સર્ટિફિકેટ મેળવેલ જેમાં સાચી જન્મ તા. 28/07/1960 હોવાનું જણાય આવી હતી. આ બાબતે શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અરવિંદાબેનના વિરુદ્ધમાં પ્રાથમિક તપાસનો હુકમ થયેલ અને જે પ્રાથમિક તપાસ અધિકારી ડોક્ટર રાજેશ પટેલ આચાર્ય સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સોનગઢને આપી હતી. આ ઉપરાંત કોલેજના રેકોર્ડ ઉપર ચેક કરતા સને 2001થી જુનિયર ક્લાર્ક અરવિંદાબેનની જન્મ તારીખ 28/07/1962 ચાલી આવતી હોવાથી નોકરીની સમય મર્યાદા વધારવા કલાર્કે સ્કૂલ એલસીમાં છેડછાડ કરી હોવાનું સામે આવતા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.