કાર્યક્રમ:ધારાસભ્યના અભિવાદનમાં અતિથિ વિશેષએ વાતાવરણ તંગ કરી દીધું

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલોડ ખાતે 170 વિધાન સભાના ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

વાલોડ તાલુકા પંચાયત કચેરીના પરિસરમાં આજે 170 વિધાનસભાના ધારાસભ્યનાં અભિવાદન માટે કાર્યક્રમ યોજી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વાલોડ તાલુકામાં પ્રથમ વખતે અભિવાદન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ અંગે ગ્રામીણ લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અંગેનો સંયુક્ત કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી વાલોડ વહીવટી તંત્ર તરફથી યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યનું વિવિધ સંગઠનો, પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં 170 વિધાનસભાના ધારાસભ્ય તરીકે મોટી સરસાઇથી જીતી જતા તેમનો અભિવાદન કાર્યક્રમ તથા પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અંગેનો સંયુક્ત કાર્યક્રમ વાલોડ તાલુકા પંચાયત કચેરી તથા વહીવટી તંત્ર તરફથી કચેરીના કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સભામાં સૌ પ્રથમ સ્વાગત પ્રવચન ચંદ્રેશભાઈ કોંકણીએ કર્યું હતું. કાર્યક્રમમાં સમીરભાઈ ભક્તા, બાજીપુરા તાલુકા પંચાયત સભ્ય વર્ષાબેન હળપતિ, તાપી જિલ્લા મહામંત્રી પંકજભાઈ ચૌધરી દ્વારા ધારાસભ્યની કામગીરી પ્રત્યે હાજર મેદનીને જાણ કરી તેમની લોકપ્રિયતા વિશે વિસ્તારથી વાત કરી હતી.

170 વિધાન સભાના ધારાસભ્યએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિધાનસભા બેઠકમાં મને ગરીબોએ જીતાડ્યો છે, ધનિકો મને હરાવવા માટે તમામ દાવપેચ રમી રહ્યા હતા. મહુવા તાલુકાના ગરીબ માણસોનાં આવાસના કામ સાથે આ ટર્મની શરૂઆત કરી છે. ધારાસભ્ય પોતે આદિવાસી સીટ પર આદિવાસી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવા છતાં તેમણે ઉજળીયાત લોકોને ખુશ કરવા કેટલાક લોકોને આદિવાસી આદિવાસી આદિવાસી કરતા રહેવું તેના કરતાં કેટલાક પદાધિકારીઓ કે રાજકારણીઓને ઉજળીયાત રાજકરણીઓ તરફ ઈશારો કરી તેમણે દિશા સૂચન કરી હોવાનું અને દોરવણી કરતા હોવાનું જણાવ્યું હતું.

ઉજળીયાતોને ખુશ કરવાનો એક કીમિયો અપનાવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ માટે ત્રણ દિવસ ગાંધીનગરમાં ધામા નાખ્યા હોવાના અને તેમના 170 વિધાનસભા વિસ્તારમાં 5,000 જેટલા આવાસો મંજૂર કર્યા હોવાના દાવા કર્યા હતા અને 1000 જેટલા હળપતિ આવાસ પોતે મંજૂર કરાવ્યા હોવાના પણ દાવા કર્યા હતા.આજદિન સુધી વાલોડ તાલુકો સરસાઇમાં ઓછું આવતું હોવાના મહેણાંને વાલોડ તાલુકાએ દૂર કર્યો હોય તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

અપમાન કરાવવા આવ્યા ન હતા
આ કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ તરીકે આવેલ અને ધારાસભ્યના ખાસ માનીતા એક વ્યક્તિએ કાર્યક્રમ બાદ પોતાનો કાબુ ગુમાવી દેતા એલફેલ બોલવાનો શરૂ કરતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું અને તે બાબતે જેની વિશે બોલ્યા હતા. તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમંત્રણ મળતા આવ્યા હતા. અપમાન કરાવવા આવ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...