રોષ:સભામાં શાસક પક્ષ જ ન આવ્યો, વિપક્ષે પૂછતાં સભા 12મીએ રાખી હોવાનું જણાવતા હોબાળો

માયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલોડ તા. પં.માં વિપક્ષના કામો નહી લેવાતા નારાજ થઈ આજની આકરા પગલાં લેવાની ચીમકી

વાલોડ તાલુકા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે શાસક પક્ષના સભ્યો નહી આવતા, સચિવ તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતા તાલુકા પંચાયતના પ્રમુખે સભા મુલતવી રાખવા અને સભા 12મી ઓગષ્ટે લેવાનું પત્ર પાઠવ્યો હોવાનું માલુમ થયું હતું. જે મુદ્દે ગરમાં ગરમી ભર્યું વાતાવરણ સર્જાયું હતું. તાલુકા પંચાયતમાં શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા સામે આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપમાં શાસકપક્ષના સભ્યો નારાજ હોવાથી સભામાં ગેરહાજર રહ્યા હોવાનો કર્યો હતો.

વાલોડ ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ગુરુવારે સામાન્ય સભા 11:30 કલાકે યોજવાની હોવાના એજન્ડા મોકલવામાં આવ્યા હતા, સામાન્ય સભા ગરમ બનવાના એંધાણો અગાઉથી મળી ચૂક્યા હતા, સવારે 11:00 કલાક બાદ વિપક્ષના સાત સભ્યો સમયસર સભાખંડમાં હાજર રહ્યા હતા, ત્યારબાદ વિપક્ષના સભ્યોએ 11:40 કલાકે સુધી રાહ જોઈ હતી, તાલુકાના સભાખંડમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી કે અન્ય સભ્યો હાજર ન હતા. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી.

પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પ્રમુખ ચંદ્રેશ કોંકણીએ કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર સામાન્ય સભા રદ કરી દેવામાં આવી હતી, આ અંગે વિપક્ષોના સભ્યોને જાણ કરવામાં આવી ન હતી. સભા મુલતવી રાખવાના પરિપત્રના આધારે સભા મુલતવી રાખવાની જાણ હાજર રહેલ સભ્યોની બહુમતીથી શરતી સંમતિ લઈ મુલતવી રાખી શકશે, પરંતુ હાજર રહેલ સભ્યોની બહુમતીની આધારે સભા રદ કરી શકાય. તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે મોરચો માંડવા વિપક્ષના તમામ સભ્યો હાજર રહ્યા હતા, અને સભાખંડમાં સાત સભ્યોની હાજરી હતી.

પરંતુ પ્રમુખ તથા શાસક પક્ષ હાજર ન હોય તે અંગે સચિવને પણ જાણ કરી હતી. ત્યારબાદ અચાનક ઊંઘમાંથી જાગ્યા હોય તેમ તાલુકા પ્રમુખના પત્રના આધારે કાયદાની કલમ જનરલ ક્લોઝીસ એક્ટ 21 મુજબ સભા મુલતવી રાખવાની જાણ સવા બાર કલાકે સચિવની સહીથી પત્રની નકલ વિપક્ષને આપી હતી. ખરેખર શાસક પક્ષના બે સભ્યો હાજર હતા અને તેમાં પણ બે પદાધિકારીઓ હાજર હતા, તે સિવાય અન્ય સભ્યો હાજર ન હોવાથી સભા મુલતવી રાખવાનું કાવતરું રચ્યું હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. વિપક્ષી સભ્યોને તા. 12/08/2022 ના રોજ સભા રાખી હોવાની જાણ કરવામાં આવી હતી.

શાસકના કેટલાક સભ્યો આયોજનથી નારાજ
વિરોધ પક્ષના નેતા તરૂણ પટેલના જણાવ્યા મુજબ પ્રમુખ ચંદ્રેશ કોંકણી અને કારોબારીઓની કામગીરી સામે વિપક્ષનો વિરોધ હતો, પરંતુ ખુદ શાસક પક્ષના કેટલાક સભ્યો પણ આયોજનથી નારાજ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે, પ્રમુખે કોઈપણ પ્રકારની જાણ ન કરી હોય અને પોતાની મનમાનીથી સભા રદ કરી દીધી હતી. તે અંગે પણ અગાઉથી જાણ કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...